________________ લાફિંગ મેન લેકે પિતાનું દુઃખ ભૂંકવા માંડે, તે પછી આ જગતમાં બીજું સાંભળવાનુંય શું રહે ? તેથી જ ઈશ્વર એ બધાને મૂંગા રહેવાનું ફરમાવે છે, જેથી એ મોટી બૂમ સાંભળીને તેની પોતાની નીંદ હરામન થઈ જાય. માટે હું કહું છું કે, આમ-લકે ! તમે તમારી જીભ પકડી રાખે. હું તે ફિલસૂફ હેઈ ઊલટો મારી જીભ એ ઉમરાવોની પ્રશંસા કરવામાં અને તેમને વખાણવામાં વાપરું છું. - “તેઓ ચીજે ઉપર કરવેરા નાખે છે, તેથી શું થયું ? એક પાઉંડની આવક ઉપર ચાર શિલિંગ વેર લેવાય છે, તેથી શું થયું ? તેઓ એ પૈસાને કેવો ઉપયોગ કરે છે ? ઈશ્વરે જેટલાં જંગલી પ્રાણીઓ સરજવાં છે, તે બધાં કરતાં જુદાં પ્રાણીઓ આ ઉમરાવોએ સરજ્યાં છે. ક્યાં ? તેમની રાજમુદ્રાઓમાં. આપણને બધાને તે તે પ્રાણીઓ ખરેખર જીવતાં હોય તે બીક લાગે; પણ તેઓ તે તે બધાને સોનામાં કોતરી તે વડે પોતાની ગાડીઓ, બારણાં, પિશાકે વગેરે અલંકત કરે છે. એવા પ્રતાપી પુરુષો એ છે. આપણાં રાણીનું ઘરખર્ચ જ વર્ષે સાત લાખ પાઉંડ છે. અને બીજું બધું ઉમેરીએ તે દશ લાખ ઉપર જાય. આટલાથી જ તમને આનંદ થતો નથી ? તે પછી, કાળમુખાઓ, તમને કશી વાતથી આનંદ થવાને જ નહિ !" 3 આમ તે, શ્વિનપ્લેઈનને “ગ્રીન-બોકસની બહાર ફરવા જવાની છૂટ હતી; પણ રસ્તામાં તેને ચહેરો મફતમાં જોઈ લેવા લેકે ટેળે ન વળે, અથવા તેને ચહેરો રોજ નજરે પડતી સસ્તી ચીજ ન બની જાય, તે માટે તે અંધારામાં જ અને ટોપ નીચે સુધી દબાવીને જ નિર્જન રસ્તાઓ ઉપર ફરવા જતો. તેને ચહેરો ખાસ રંગમંચ ઉપર જ જોવા મળવો જોઈએ, એવી કાળજી રાખવી આવશ્યક હતી.