________________ સંપત્તિના માલિક 141 ઉપરાંત, અત્યાર સુધી હજુ “ગ્રીન-બૅકસ થિયેટર શહેરમાં બહુ જતું નહિ. શ્વિનડેઈન 24 વર્ષને થયે ત્યાં સુધી તેણે સિંકપિસ કરતાં મોટું શહેર જોયું નહોતું. પણ હવે તેની કીર્તિ ચારે બાજુ ફેલાવા લાગી હતી. અને શહેરમાં પણ એના ચહેરા વિષે વાતો થવા લાગી હતી. “અંધાધૂંધી પર વિજય’ એ નાટક શહેરનાં મંડળોમાં પણ ચર્ચાવા લાગ્યું હતું. એટલે, એક દિવસ ઉર્સસ બોલી ઊઠો : “આપણે લંડન જવું જોઈએ.”