________________ સંપત્તિના માલિક “બાકી, આ દુનિયાને વિચાર કરીએ તો તે તે જેવી છે તેવી છે. અને એ માટે તારી મદદની તેને જરૂર નથી. તેને તું વિચાર જ ન કરીશ. તારા જેવા નટો બીજાએ તેમને જુએ તે માટે સરજાયા છે; બીજાઓને તું જુએ તે માટે નહિ. અને તેમાંય તારી આસપાસ ઘેરાઈ રહેલા ક્ષિતિજની પાર શું છે, તે તું જાણે છે ? પિતાના અધિકારથી - હકદાવાથી જેઓ સુખી છે, તેવા લેકે ત્યાં છે. તું તે અકસ્માત વડે સુખી થઈ બેઠા છે. સુખની એકમાત્ર માલકી એ સુખી લેકેની છે; તું તો એમના વાડામાં ચોરની પેઠે ઘૂસેલે ઘૂસણખોર છે. તેઓ પૂછે કે, તને સુખી થવાને શે હકક છે ? તો તું શું જવાબ આપી શકશે ? તેમને તે જ્યુપિટર, અલ્લા, વિષ્ણુ એવા ઈશ્વરે સુખી થવાને પરવાને આપેલ છે. તારી પાસે કો પરવાને છે, વારુ ? એટલે તું સુખી લોકોની પંચાતમાં પડીશ નહિ. “અને હકદાવાથી સુખી માણસ એટલે કેણ, તે તું જાણે છે ? તે “ઢે” કહેવાય. જે બારણે થઈને તે લેકેએ આ જગતમાં પ્રવેશ કર્યો છે, તે બારણાની ચાવી કેવી મુશ્કેલીમાં તેમણે મેળવી હશે ? લોર્ડ જ્યાં જન્મે, ત્યાં જનમવું કેટલું અઘરું છે? આંધળી નિયતિ પાસેથી પરવાને મેળવી, ઘેડિયામાંથી જ મનુષ્યના અને સુખના માલિક - “લાર્ડ' બનીને જનમવું, એ કેવી મોટી બાબત છે! ટિકિટ વેચનારને ફોસલાવી, ખેલમાં સારામાં સારી જગા મેળવી લેવી, એના જેવી એ બાબત નથી. અને લોર્ડ એટલે લઈ જ વળી ! તેને બધું જ મળે, અને તે બધું જ હોય! તે જુવાન હોય, તો પણ ઘરડાને છાજે એવા હકે તેને મળે; તે ઘરડો હોય, તો પણ જુવાન માણસની સફળતાઓ તેને વરે; તે કાયર હોય તો પણ બહાદુર માણસોને તે કમાન્ડર થાય; અજ્ઞાન હોય તો એકસફર્ડ અને કેબ્રિજની ઉપાધિઓ તેને મળે; મૂરખ હોય, તે કવિઓની પ્રશંસા તેને મળે, અને કદરૂપે હોય, તો સ્ત્રીઓનાં આવકારભર્યા મધુર સ્મિત મળે.