________________ દેડકેટર વીશી તે પિટ કલાસ; વીશીના ભોંયતળના ઓરડાની બારીઓ, એ બાકસ, અને ઉપરના મજલાને કઠેરાવાળો ઝરૂખે, એ ફર્સ્ટ ક્લાસ ! પ્રેક્ષકે આડ-બારણામાં થઈ નીચેના ઓરડામાં દાખલ થાય. ત્યાંથી આંગણામાં જવા માટેના ઓરડામાં આગળ પીપ ઉપર ટિકિટ ઓફિસ આવેલી હતી. કેઈક વાર ફિબિ ટિકિટ વેચવા બેસે તો કે ઈક વાર વિનસ. વીશીવાળાએ પ્રેક્ષકોની સગવડ માટે બારીઓએ અને ઝરૂખામાં ખુરશીઓ ગોઠવી રાખી હતી. ઝરૂખામાં વચ્ચેને ખાલી આંતરો બાદ કરતાં, બંને બાજુએ બે પંક્તિમાં દશ ખુરશીઓ મૂકેલી હતી; વચ્ચેના આંતરામાં એક આરામ ખુરશી તથા વીશીની સારામાં સારી મખમલ મઢેલી ખુરશીઓ મૂકી હતી. એ ઉમરાવ-વર્ગ માટે અલગ રખાયેલી ખાસ જગા હતી. ઉર્સસ એમ માનતો હતો કે, લંડનનાં ઉમરાવ વર્ગનાં માણસો આ ખેલ જોવા આવવાના જ. " પણ ખેલ શરૂ થતાં માલૂમ પડ્યું કે, બીજી બધી જગાઓ ભરાઈ ગઈ હતી, માત્ર ઉમરાવ વર્ગ માટેનું ખાનું જ ખાલી રહ્યું હતું. ખેલ એવો તે સફળ નીવડ્યો કે, પછી તે સાઉથવર્ક પરું લાફિંગ મૅન’ જેવા આવનાર પ્રેક્ષકોનાં ટોળાંથી જ ગાજતું રહેતું. ટરિન્સ-ફીલ્ડ ઉપરના બીજા નટ-ભવૈયા વગેરેમાં તરખાટ મચી રહ્યા. ગ્રિનપ્લેઈને જ તેમના બધા પ્રેક્ષકોને ખાઈ જતો ! ટારિન્ક ફિલ્ડ ઉપર તે વખતે તરવાર ગળનારા, અંગ વાળનારા, સ્ત્રી-ખેલાડીઓનું સરકસ, ફરતું પ્રાણી-સરકસ, - વગેરેના કેટલાય ખેલે હતા. પણ ગ્રિનપ્લેઈનને “અંધાધૂંધી પર વિજય” એ ખેલ જ સૌને મૉએ ચડી ગયો. પરંતુ એ સફળતા થેમ્સ નદી ઓળંગીને સામે પાર ન પહોંચી. કહે છે કે કીતિને પાણી ઓળંગતાં વાર લાગે છે. એકસો ત્રીસ વર્ષ અગાઉ શેકસપિયરની કીતિ જ ઇગ્લેંડથી ફસ પહોંચી નહતી.