________________ 148 લાકિંગ ઍન. વખત ચાંચિયાઓએ તેને દરિયાકિનારે તજી દીધો હતે. તમે તેને જેશે એટલે જરૂર વખાણશે. - “મારે ત્રીજે સાથી અંધ કરી છે. પણ આંધળાપણું એ એની એકલીની જ ખાસિયત છે શું ? આપણે બધા જ અંધ છીએ. કંજૂસ પણ આંધળે જ હોય છે. તે માત્ર સેનું જુએ છે, પણ સંપત્તિ જેત નથી. ઉડાઉ માણસ પણ આંધળે છે. તે માત્ર શરૂઆત જુએ છે પણ અંત જેતે નથી. વિદ્વાન પણ આંધળે છે : તે પિતાનું અજ્ઞાન જેતો નથી. પ્રમાણિક માણસ પણ આંધળો છે : તે દુર્જનતા જોતું નથી. બદમાશ પણ આંધળો છેઃ તે ઈશ્વરને જોતો નથી. ઈશ્વર પણ આંધળે છે. કારણ કે જે દિવસે તેણે સૃષ્ટિ સર્જી, ત્યારે સેતાન અંદર પેસી ગયો હતો તે તેણે જોયું નહિ. હું પોતે પણ આંધળો છું. કારણ કે તમે બધા બહેરા છે એ જોયો વિના બોલ્યા કરું છું. “સગ્રુહસ્થ અને સન્નારીઓ, હવે ખેલ શરૂ થાય છે ! " પેલો ખલાસી હવે તરત અંદર દાખલ થયો અને ટિકિટ ખરીદી પ્રેક્ષકોના ટોળામાં ભળી ગયો. વાચકે સમજી ગયા હશે કે, “ગ્રીન-બોકસ” થિયેટર લંડનમાં આવી પહોંચ્યું હતું. પિતાના ખેલ માટે ડસ્ટર વશીનું આંગણું ઉર્સસને ખાસ પસંદ આવી ગયું. એક તો એ વશી એવી જગાએ આવેલી હતી કે, જ્યાં કોઈ પણ ઋતુમાં હંમેશ ખેલ-તમાશા ચાલુ જ રહેતા; અને તે વીશીનું મકાન પણ ઉર્સસની “ગ્રીન-કસને. વિચાર કરીને જ જાણે બનાવેલું હતું ! તેના મેટા દરવાજામાં થઈ આખી ગ્રીન-બેસ” સહેલાઈથી ત્રણ બાજુ ભીતવાળા આંગણામાં આવી ગઈ હતી. આગળને ખાલી ભાગ,