SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ટૅકેટર વીશી “મારે જે સાથી છે, તે લોકોને હસાવવાનું કામ કરે છે; હું લેકેને વિચારતા કરવાનું કામ કરું છું. અમે બંને એક જ પેટીમાં રહીએ છીએ. જ્યારે લોકે ડેમોક્રિટસને પૂછતા : “તમે શી રીત જાણે છે ?' ત્યારે તે જવાબ આપતે, “હસું છું. અને મને - જે લેકે પૂછે કે, “તમે કેમ હસો છે ?" તે હું જવાબ આપું, કારણ કે, હું જાણું છું. હું લેકેની ભૂલ સુધારનાર છું. તમારી બુદ્ધિ સાફ કરી આપવાનું હું માથે લઉં છું અર્થાત તમારી બુદ્ધિ સાફ નથી, એમ કહેવાને હું દાવો કરું છું. - “સાચને જૂઠથી જુદું પાડી આપું છું. તમે ઘણી ઘણી ભૂલોમાં ફસાયેલા છે, હું તમને તેમાંથી છોડાવવા માગું છું. કેટલા બધા વહેમો તમે જાણો છે ! કેટલી બધી ખેટી માન્યતાઓ તમે ધરાવે છે ! જેમ કે... અહી અમે ચાર કલાધરો તમારી સમક્ષ ઊભા છીએ. પહેલે હું મારો મિત્ર હોમ” લઉં? તે વરુ છે, અને એ વસ્તુ તે હરગિજ છુપાવવા માગતા નથી. તેની સામું જુઓ; તે ગંભીર, વિદ્વાન અને ડાહ્યો છે. ભગવાને એક વખત તેને યુનિવર્સિટીને ડાક્ટર-ડિગ્રીધારી બનાવવા ધારેલું. પરંતુ તે માટે તેણે થોડા બેવકૂફ હેવું જોઈતું હતું. પણ તે બેવકૂફ ન હોઈ તેણે એ ડિગ્રી વિના જ ચલાવી લીધું છે. તેને કોઈ પૂર્વગ્રહો નથી કે તે બીજાને હલકા વર્ગના ગણનાર સૂગયો નથી. તેને માદા-વરુ સાથે વાતચીત કરવાને હક છે, પણ તે અવારનવાર કોઈ માદા-કૂતરી સાથે પણ વાતચીત કરી લે છે. તે ઘૂરકે પણ છે - માણસોની જેમ; તે ભસે પણ છેઃ સંસ્કૃતિને માન આપીને. હેમે એ સંપૂર્ણતાની કક્ષાએ પહોંચેલે કૂતરો જ છે. તે જીભથી પરસેવો કાઢે છે અને પૂંછડીથી હસે છે. તે નમ્ર છે તથા માનવ પ્રાણીઓને ઉપયોગી થઈ પડવાની વૃત્તિ ધરાવે છે. મારે બીજો સાથી તેના અને ખામાં માટે મશહૂર છે. એક
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy