________________ 146 લાફિંગ અને ૧૭૦૪ના ૧૭૦૫માં પહોંચતા શિયાળાના આખરી ભાગમાં એક સાંજે ભારે પવન ઊપડ્યા હતા અને ટાઢ પણ સખત હતી. તે વખતે એક માણસ કેસ્ટર વીશીની ભીંતની બહારની બાજુએ થઈને જતો હતો, તે અચાનક થોભી ગયો. તે માંણસને પિશાક ખલાસી જે લાગતું હતું, પણ રાજદરબારી સ્ટાઈલ હતો અને આમ જનતા માટે તે સ્ટાઈલની બંધી ન હતી. . તે શાથી થે હતા ? સાંભળવા. તે શું સાંભળતો હતો ? ભીંતની અંદરની બાજુ કોઈ બોલતું હતું અને સામે જાણે મેટું ટોળું ભેગું થયું હોય તેવો ગણગણાટ સંભળાતા હતા. પેલે અવાજ કહેતા હતઃ - “લંડનનાં સ્ત્રીપુરુષ, હું આવી પહોંચે છું. તમે સૌ અંગ્રેજો છે, તે બદલ તમને અભિનંદન ! તમે એક મહાન પ્રજા છે - અરે, મોટી વસ્તી છે. તમે મુક્કાથી જે પ્રહાર કરી શકે છે, તે તમારી તરવારના ઘા કરતાં પણ વધુ સુંદર હોય છે. તમારી ભૂખ પણ બહુ તેજ છે. તમે એવી પ્રજા છે, જે બીજી પ્રજાઓને જ હજમ કરી જાય ! - બહુ ભવ્ય કામગીરી કહેવાય. તમારું રાજકારણ, તમારી ફિલસૂફી, વસાહતી સંસ્થાને, વસ્તીઓ અને ઉદ્યોગોને તમારો વહીવટ તથા પિતાને માટે ઠીક ગણાય તેવી ધજા બીજને કરવાની તમારી તમન્ના - એ બધું અને બું અને પ્રશંસનીય છે. હું પિતે અંગ્રેજ પણ નથી કે માણસ પણ નથી. કારણ હું રીંછ હેવાનું બહુમાન ધરાવું છું. ઉપરાંતમાં હું દાક્તર છું, તથા શિક્ષક છું. હું બે પ્રકારની વસ્તુઓ શીખવું છું જાણું છું તે, અને જે હું નથી જાણતું તે. હું દવાઓ વેચું છું, પણ વિચારો મફતમાં આપી દઉં છું. તે નજીક આવો અને સાંભળે. જ્ઞાન તમને આમંત્રે છે. તમારા કાન ઉઘાડો. જે તમારા કાન નાના હશે, તે તેમાં થોડુંક સત્ય સમાશે, જે તે મેટા હશે તે ઘણું ઘણું મૂર્ખાઈએ અંદર ઠરીઠામ થશે. માટે ધ્યાન દઈને સાંભળો