________________ ટેડકસ્ટર વીશી એ જમાનામાં લંડન આગળ થેમ્સ નદી ઉપર એક જ પુલ હતો, અને એ પુલ ઉપર પણ રહેવાનાં મકાનો હતાં. એ પુલથી લંડન શહેર સાઉથવર્ક નામે પરા સાથે જોડાતું. એ પરાના રસ્તા થેસના કાંકરા-પથરાથી જ જડેલા હતા, અને તેમાં આવેલાં ઢગલાબંધ ખડકાયેલાં મકાને બધાં લાકડાનાં હતાં. અગ્નિદેવ સહેલાઈથી પોતાનું તાંડવ તેમાં ખેલી શકે. ૧૬૬૬ના વર્ષે એ વસ્તુ સાબિત પણ કરી આપી હતી. એ પરાને છેડે “ટારિ~-ફીલ્ડ” નામે એક જૂની જાગીરનું પડતર બીડ જેવું વિશાળ મેદાન હતું. તેમાં મદારીઓ, જાદુગરો, લેક-સંગીતકાર, લક-નાટયકાર વગેરેની મંડળીઓ પડાવ નાખતી. પરિણામે એ ભાગ હવે આવા કાયમના લેક-જલસાઓનું સ્થાન બની રહ્યો હતો. દારૂના માંડવા જેવી કેટલીય વીશીઓ આસપાસ ધીકતો ધંધે ચલાવતી હતી. જોકે, તે સૌમાં સાચા અર્થમાં મુસાફરોને ઊતરવાનું સ્થાન કહી શકાય તેવી પણ એક વીશી હતી, જેનું નામ હતું “ટેકેસ્ટર”. તેને ત્રણ ભીંતોથી ઘેરાયેલું વિશાળ આંગણું પણ હતું. અને તેમાં જ ગાડાં-ગાડીને પ્રવેશવાને દરવાજો હતો. માણસો તે એ વીશીના તળ ઉપરના જાહેર ઓરડાના આડ-બારણામાંથી જ પ્રવેશતા; એટલે પેલે દરવાજે ગાડાં વગેરે માટે જ વપરાતો. આ વીશીના વિધુર માલિકનું નામ નિકેલ હતું. તે ભારે કંજૂસ પ્રકૃતિને માણસ હતા; તથા કાયદાથી ડરીને ચાલનારો હતા. 10