________________ ગ્વિના પ્લેઈન અને ડિયા પણ વળી શકે - કહે કે મિજાગરા ઉપર બધી દિશામાં ફરી શકે. અર્થાત તેને ખેલ કરી પૈસા કમાઈ આપવા માટે જ બધી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. તેને વાળને પણ ગમે એ રીતે કાયમના પીળા રંગી દેવામાં આવ્યા હતા. તે જમાનામાં તે તે વસ્તુ તેના કદરૂપાપણામાં વધારે કરવા જ કરવામાં આવી હતી; જેકે અત્યારે સ્ત્રીઓ ફેશન માનીને વાળ તેવા કરાવે છે, એ જુદી વાત. આ શ્વિનપ્લેઈન એટલે, વાચકે સમજી ગયા હશે કે, પિટી લેન્ડને કિનારે કોગ્રેશિક લોકોએ તજી દીધેલું, અને પછી ઉર્સસના હાથમાં આવેલું બાળક જ હતો. એ બાળક, પંદર વર્ષ બાદ ૧૭૦૫માં પચીસમા વર્ષમાં પહોંચવા આવ્યો હતો. ઉસસે બંને બાળકને પોતાની પાસે જ રાખ્યાં હતાં. ઉર્સસ અને હોમો ઘરડા થયા હતા. ઉર્સસ તો હવે ટાલિયો જ બની રહ્યો હતો, અને વરુ ભૂખરા રંગને બનતો જતો હતો. કૂતરાની પેઠે વરુની ઉંમર નક્કી કરી શકાતી નથી. મલિન કહે છે કે, કેટલાંક વરુ એંસી વર્ષ જીવે છે. મૃત બાઈ ઉપરથી મળેલી પેલી બાળકી હવે સોળ વર્ષની ઊંચી યુવતી બની ગઈ હતી. તેનું શરીર સુડોળ, સ્વરૂપવાન, જાણે પારદર્શક હતું. તેને અડવા જાઓ તો બીક લાગે ! રખે ફૂલની નાજુક પાંખડીઓની પેઠે ખરી પડે ! તેની આંખો પ્રકાશમાન હતી - પણ અંધ હતી. તે કારમી અંધારી રાતે બરફના તોફાને તેના ઉપર બે ઘા કર્યા હતા. તેની માને મારી નાખી હતી અને તેને પિતાને અંધ બનાવી દીધી હતી.