________________ પ્રેમ જોઈએ! પતિ નહિ! ચડીને આકાશમાર્ગે અહી આવ્યા, એમ માનવું જ વધુ સારું. તમે દેવની પેઠે આકાશગામી તથા ગમે તે દ્વારમાં પ્રવેશ કરી શકે તેવા ચમત્કારી શક્તિવાળા છે, એમ જ હું તે માનીશ ! પ્રિયતમ, આજથી તમે જ મારા પ્રેમી છે, એ નક્કી જાણજે!” ડચેસે ડું થોભીને પાછું ઉમેર્યું, “તમે અહીં આવ્યા, એ જ વસ્તુ પુરવાર કરે છે કે, તમારે ને મારે એકબીજાના પ્રેમમાં પડવું, એ જાણે કુદરતે જ નક્કી કરેલું છે. નહિ તે આપણે બે આવાં - આટલાં દૂર રહેનારાં, તેમને કોણ કેવી રીતે મેળવી આપે ? બસ, એટલે આપણું મિલન એ કેઈ જેવીતેવી મામૂલી વસ્તુ નથી. એ તો અલૌકિક રીતે નિયત થયેલી વસ્તુ છે! મેં તમને પહેલી વાર જોયા ત્યારે જ હું જાણી ગઈ હતી કે, તમે જ મારા સ્વપ્નના સાથી છો. અને તેથી જ મેં તમને વગર માગે મારે પ્રેમ આપ્યો હતે - લખી જણાવ્યા હતા. વાહ, પણ તમે ઉમરાવને પોશાક પહેર્યો છે ને ! પણ તમારું નટ-ભાંડ-બહુરૂપિયા લોકોનું તો એ કામ જ છે ને! છતાં, તમારું મોં બાદ કરીએ તે તમારું બાકીનું શરીર ખરેખર ઉમરાવજાદાને છાજે તેવું ઘાટીલું છે, હોં! એ બાકીના શરીરને તે ઘણી સામાન્ય સ્ત્રીઓ પણ લાભ કરે : પણ તમારા વિદ્રુપ મેને તે હું જ લેભ કરી શકું! પણ તમે ક્યારે આવ્યા ? તમે મને નગ્ન સ્થિતિમાં સૂતેલી જોઈ હતી? સુંદર છું, ખરું ને? નાહવા જ જતી હતી. તમે મારી પત્ર જાતે વાંચ્યો હતો ? તમને વાંચતાં આવડે છે? તમારો અવાજ મને નથી ગમતો. તમારા વિદ્રુપ મેં જેવો તમારો અવાજ વિદૂ 5 નથી. એટલી વસ્તુ જ મને નથી ગમતી. બાકીની તમારી બધી બાબતો અનેખી છે. જંગલી તે તમને દેવ તરીકે જ પૂજે. તમારું આ હાસ્ય સાથે લઈને તે તમે નહિ જ જગ્યા છે. એ કઈ સજા તરીકે કરવામાં આવેલું