________________ 236 લાફિંગ મૅન વાઢ-કામ છે. અને હું આશા રાખું છું કે, તમે એ કારમી સાને લાયક કોઈ ગુને ખરેખર કર્યો હશે. એથી જ તમે મને ગમે છે; આવો, મને બરાબર દબાવીને ભેટે. કોઈ રાક્ષસ દબાવે તેમ ! મને બધા ખૂબ માન આપે છે, અને મારી ખૂબ પ્રશંસા કરે છે. મને એ વાતને કંટાળો આવ્યો છે. તમે તો મને ખૂબ તિરસ્કાર. ટુઅર્ટ વંશની હું રાણીથી બીજે નંબરે ગણાઉં. એટલે જ તમારા જેવો છેક નીચલી કક્ષાનો તુરછ પ્રાણી મને પકડે, પોતાની કરે, એ વસ્તુથી મને પરમ સંતોષ થશે. હવે જાણે હું નિરાંતને શ્વાસ લઈ શકું છું. મારા ખાનદાનની બલામાંથી છૂટી થઈ એટલે મને કેટલી મુક્તતા લાગે છે ? ખરેખર, કઈ પણ વસ્તુ તેડીફેડી નાખવી, દરેક વસ્તુ ઊલટપાલટ કરી નાખવી, એનું નામ જ ખરું જીવન. એટલે ફરીથી સાંભળો, હું તમને - તમને એક વિપ રાક્ષસને, ચાહું છું—પ્રેમ કરું છું, સમજ્યા ? " આટલું બોલતી બોલતી તે પાછી જરા પાછી ખસી, તથા થોડું હસીને બોલીઃ “વાહ, સ્વર્ગનું અમૃતફળ મારે નથી ખાવું; મારે તે છેક નરફનું ફળ મારા દાંતથી કરડવું છે. મારામાં એ કામના છે, એ તૃષ્ણ છે. મારે ભ્રષ્ટતાના ખાડામાં સબડવાની મજા જોઈએ છે? વાહ, મેં કઈ પુરુષને હજી સુધી મારી પાસે ટૂંકવા દીધું નથી અને મેં મારી જાતને અક્ષત રાખી હતી, તે તમારા જેવાને અર્પણ કરવા માટે ! વાહ કેવી મજા ! કેવું ગૌરવ ! મને લાગ્યા જ કરતું હતું. કે, મારામાં અસાધારણ સાહસ કરવાનું સામર્થ્ય છે - જે સાહસો દિવસે કેઈથી સાંભળી શકાય પણ નહિ! પણ હું બધું ઘણું બોલ્યા કરું છું તમને તો એ કશું સમજાતું પણ નહિ હોય; બિચારો છોકરડો, નટ-ભવૈયે, તેને મારા ખાનદાને હૃદયની તમન્નાઓ - કામનાઓને શો ખ્યાલ આવે ? તમને તે જુઓ આટલું જ સમજાશે–” એમ કહી તેણે ખૂબ જોરથી શ્વિનપ્લેઈનને ચુંબન કર્યું અને દાંત બેસાડ્યા. પછી તેણે કહેવા માંડયું