________________ વાઘાટ જહાજ ઉપર 283 ઊંઘી ગયા છે, એમ હું માનું છું. પણ હેમો કયાં ? આ બધી ધમાલમાં હું તેને સાંકળે બાંધવાનું ભૂલી ગયે. એક કલાકથી મેં તેને જોયો પણ નથી. તે ક્યાંક વાળુની શોધમાં બહાર દૂર ચાલ્યા જશે તે આફત થશે. મારાથી આમ કેમ થઈ જાય છે ? હોમ ! હેમો " તરત હોમોએ પિતાની પૂંછડી ધીમેથી તૂતક પર પછાડી. “ઠીક, ઠીક, તું છે ખરો ! ભગવાનની દયા ! નહિ તે અત્યારે હેમો ખોવાય તો આવી બને. જુઓ આનો હાથ હાલવા માંડો. હે, શાંત રહેજે ! કદાચ તે જાગી ઊઠશે. આજે દરિયે તેફાની નથી, એ સારું છે. સારી હવા રહેશે. આ ફીકી પડી ગઈ છે, તે અશક્તિ હશે. તે લાલચોળ થઈ ગઈ છે, તે તાવ હશે. એ ગુલાબી છે, તે તે સારી હશે. મને બરાબર દેખાતું નથી. આપણે નવેસર આપણું જૂની જિંદગી શરૂ કરવાની છે. હવે આપણે બે જ રહ્યા. આપણે બેએ કામ કરીને તેને સાચવવી પડશે. વાહ, જહાજ ઊપડ્યું ને ! વિદાય, લંડન ! જા, જહન્નમમાં જા, હરામી લંડન !" અને ખરેખર જહાજ ઊપડ્યું હતું. નદી ઉપર વહેણ સાથે જવામાં બીજા ખલાસીની જરૂર નહિ. એટલે એક જ ખલાસીએ લંગર ઉપાડ્યું હતું અને જહાજ નદીના વહેણમાં આગળ વધવા લાગ્યું હતું. ઉર્સસ બધે જતો હતો - “પણ મારે તેને થડે કાઢો પાવો પડશે. નહિ તો તેને લવારી ઊપડશે. જુઓને, તેના હાથના પંજા કેવા થપગ્યા છે ? ભગવાનનો એવો તે અમે શે અપરાધ કર્યો છે ? આ બધું કમનસીબ કેવું ઝડપથી આવી પડ્યું! અનિષ્ટનો વેગ કે કારમો હોય છે ! તમે લંડન આવ્યા. તમે માન્યું, “એ બહુ મોટી ઈમારતોવાળું સુંદર શહેર છે. સાઉથવર્ક લંડનનું સારું પરું છે.” તમે ત્યાં ઠરીઠામ થયા. પણ એ કેવી નાપાક જગા છે ? ત્યાંથી જીવતા છૂટયા તે જ