________________ 282 લાફિંગ મેન ગ્રિનપ્લેઈન પૈડાં-પેટીની આ તરફ છુપાઈ રહી, કઈ બેલતું હતું તેના શબ્દો સાંભળવા લાગે. ઉર્સસ જ બેલ હતો; જોકે, તેને અવાજ બહુ બદલાઈ ગયેલો લાગતો હતો, દુઃખથી, થાકથી, હતાશાથી. ઉર્સસ પિતાની ટેવ પ્રમાણે એક જ વાત કરતા હતા - - આ જાતનાં જહાજ બહુ જોખમકારક છે. મેં આ જહાજોની વાતો ઘણું સાંભળી છે. અમારું શું થશે ? અમે હેમખેમ રોટરડામ ઊતરી શકીશું ? આ ઊંઘી ગઈ છે? હા. તે બેભાન છે ? ના. એની નાડ જેરથી ધબકે છે. ઊંઘ એ આરામ છે, કારણ કે તે અંધાપો છે. હે સદ્ગલ, તૂતક ઉપર કઈ ફરતા હો, તો ધીમાં પગલાં પાડજો. અરે, સ્થિર જ ઊભા રહેજે. જરાય અવાજ ન કરતા. પાસે તે આવતા જ નહિ. નબળી તબિયતવાળાનો વિચાર રાખવો જોઈએ અને આ તે તાવમાં પડેલી છે અને બહુ નાની છે. તેને જરા તાજી હવા મળે માટે મેં બહાર લીધી છે. તે આ ચટાઈ ઉપર ગબડી પડી હતી એટલે મેં માન્યું હતું કે તે બેભાન થઈ ગઈ છે. પણ ના, તે ઊંઘે છે. જે તેને ઊંધવા દેશે તે મહેરબાની. અહીં કોઈ બાઈએ હોય તે તેમને પણ એ જ વિનંતી છે. અમે ગરીબ નટ લેકે છીએ. અમારા ઉપર દયા રાખી જરાય અવાજ ન કરજે, એટલું જ હું માનું છું. અને અવાજ ન કરો તે માટે મારી પાસે તમારે કંઈ કિંમત લેવી હશે તો હું ખુશીથી આપીશ. જુઓ, જુઓ, એને કપાળે પરસેવો વળવા માંડશે. અમે ફરીથી કમનસીબમાં સપડાયાં છીએ. પણ જો આ સાજી રહે, તે બીજો કાંઈ વાંધો નથી. હું એકલે આ બધું ગાંડાની પેઠે શા માટે બાલ્યા કરું છું ? એટલા જ માટે કે, તે જાગે તો તેને કોઈ પાસે છે એમ લાગે. આ બાજુ કોઈ ચાલ્યું ન આવે તે બહુ સારું. એ ઝબકી ઊઠે તે તેને બહુ નુકસાન થાય. લેકે આ જહાજ ઉપર