________________ 22. લાફિંગ મેન તે એકદમ ત્યાં જ પથ્થર ઉપર બેસી પડયો, અને ગણુગો : “અરેરે, તેઓએ મારી નાખ્યો ! બેટા ! દીકરા !" - ઉર્સસ અત્યાર સુધી બડાશ મારતો હતો કે, તે કદી રડયા નથી. પણ જાણે બધા દિવસને અંગ વાળને હેય એમ ધાર આંસુએ તેણે રડવા માંડયું. તે ગ્વિનપ્લેઈન માટે રડ્યો, પછી ડિયા માટે, પછી પિતાને માટે, અને પછી હોમો માટે. અત્યાર સુધી જે જે બાબતે માટે તે હસ્ય હતો, તે બધી માટે રડી રડીને તેણે બદલો વાળી લીધે. ઘણા કલાક પસાર થઈ ગયા. સવાર થવા આવી. માસ્ટર નિકોલસ પિતાની વીશીમાં આખી રાત ઊંયો ન હતો. તેને પિતાની વીશીમાં પોલીસની પધરામણી થવા માંડી એ વસ્તુ ગમી ન હતી. કહે છે કે, મર્યાને ભો નહિ, પણ જમ પેધ્યાને ભો ! આ ઉર્સસને પિતાની વીશીના આંગણામાં આશરો આપ્યો, એ વસ્તુને જ તેને પસ્તાવો થવા લાગ્યો. પણ હવે એને કેમ કરીને કાઢવો ? તેણે તેને પટો લખી આપ્યો હતો. એટલે એ પટાના બંધનમાંથી છૂટવું કેમ કરીને, એની જ ચિંતા એ કરી રહ્યા હતા. અચાનક તેના બારણા ઉપર ટકોરા પડ્યા. એ ટકેરા કઈ ઘરાકના નહિ, પણ પોલીસવાળાના હતા, એ સ્પષ્ટ સમજાઈ જતું હતું. બહાર મેજિસ્ટ્રેટ જ ઊભો હતો અને તેની પાછળ પિોલીસડાંનું ટોળું. “માસ્ટર ઉર્સસ ક્યાં છે ? અહીં જ છે, સરકાર.” “બોલાવો, ત્યારે.”