________________ ગ્રીન-બોકસનું પતન અને નાશ “તે હાજર નથી, સરકાર.” ક્યાં છે ?" “મને ખબર નથી, સરકાર. તે પાછા જ આવ્યો નથી.” " આટલી વહેલી સવારે કયાં ગયો ?" “ના સરકાર, કાલે મોડી રાતનો તે બહાર ગયો છે.” “ભામટે, રખડેલ !" “ખરી વાત છે સરકાર ! પણ લે સરકાર, પેલે આવે !" અને ખરેખર તે જ ઘડીએ ઉર્સસ સાઉથવક જેલ આગળથી ધીમે પગલે લથડિયાં ખાતો પાછો આવી પહોંચ્યો હતો. વીશીવાળાએ તરત જ ઉર્સસને સંબોધીને બૂમ પાડીઃ માસ્ટર ઉર્સસ, અહીં આવો; સરકાર તમારી સાથે વાત કરવા માગે છે.” ઉસસે આ બધું પોલીસવાળાનું ધાડિયું જોયું કે તે ફરીથી ચોંક્યો. તરત જ તેની પૂછપરછ શરૂ થઈ , " તારી પાસે વર છે ?" વરુ ? પણ તે મારા નેકર છે.” " જે મદારી, આવતી કાલે સવારે બરાબર આ સમયે તારે અને તારા વરુએ ઇંગ્લેંડ છેડીને ચાલ્યા જવાનું છે. જે તમે લોકે ઇંગ્લંડની ભૂમિ ઉપર કાલે આ વખતે ઊભા હશે, તે વરને પકડીને લઈ જવામાં આવશે અને તેને પાણીમાં ડુબાડીને કે ફાંસે દઈને મારી નાખવામાં આવશે, તથા તને કેદ પૂરવામાં આવશે.” મારે અને વરુએ આજે જ ઈંગ્લેંડ છોડી જવું?” “હા, આજે.” “પણ એ શી રીતે બને ?" વીશીવાળાને તે ઉર્સસની બલા આમ બારોબાર ટળતી દેખાવાથી બહુ આનંદ થવા લાગ્યું. તે તરત જ વચ્ચે બોલી ઊઠયોઃ