SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ 252 લાફિંગ મૅન વિન્ડસરથી આવેલા ઉમરાવ વિનપ્લેઈનની વાત લેતા આવ્યા હતા. અલબત્ત બધી વાત ગુપ્ત રાખવામાં આવી હતી, પણ ગુપ્ત રખાયેલી વાત જ ક્યાંક ને કયાંકથી ફૂટી જાય છે, અને પછી જાહેર વાત કરતાં વધુ જોરથી ફેલાઈ જાય છે. સાત વાગ્યે લંડનમાં કઈ એ વાતથી માહિતગાર ન હતું. પણ આઠ વાગ્યે તે આખા શહેરમાં એની જ વાત લોકોની જીભે ચડી ગઈ હતી. જે ઉમરા વખતસર બેઠક શરૂ થતા પહેલાં આવેલા, તેઓને જ એ વાતની ખબર ન હતી. પછીથી આવેલા તે એ વાત સાંભળીને જ ગરમાગરમ થઈને આવ્યા હતા. “સાંભળ્યું ?" એ તે સાચું હોય ?" લાફિંગ મન !" “એટલે શું ?" “તમને કશી ખબર નથી ?" ના.” એ તે એક ભાંડ છે. ખેલ કરનારો છોકરો. એના અસામાન્ય ચહેરાને લેકે એક પેની આપીને જેવા જતા !" “પણ તેનું શું ? “એટલું જ કે, એ એક પેની ટિકિટવાળા ભવૈયાને તમારી આ ઉમરાવ-સભામાં ઉમરાવ તરીકે અત્યારે પ્રવેશવિધિ થયે !" તમે જ “લાફિંગ મેન' જેવા છો ! આવી તે વાત શું કરતા હશે ? એમ તે બને ?"
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy