________________ ઉમરાવ-સભામાં ન હેવાથી, પાર્લમેન્ટને કારકુન એ વિષે કંઈક ગણગણાટ કરી ગયો, તે વાતો કરતા ઉમરાવોના ઘંઘાટમાં ક્યાંય દબાઈ ગયે. બકિલફેએ લંડ ચાન્સેલરને અગાઉથી શ્વિનપ્લેઈનની વિદ્ર પતા બાબત વાત કરી હતી, પણ તે એ રીતે કે, વિનપ્લેઈન ધારે તો પ્રયત્નપૂર્વક પિતાનું હાસ્ય દેખાતું બંધ કરી શકે છે, અથવા ઓછું તે કરી શકે છે જ. ત્યારે લેડ-ચાન્સેલરે જવાબ આપ્યો હતો ? અલબત્ત, ગૌરવની સાથે સૌંદર્ય હોવું જ જોઈએ; પરંતુ નસીબે કઈ લેર્ડને વિપતા બક્ષી હોય, તે તેથી તેમના હક-અધિકારને કશી આંચ શી રીતે આવે ? ઉમરાવપણું અને રાજાપણું વિદ્ધ પતા તથા દુબળતાથી ક્યાંય પર છે. ટૂંકમાં, બધી ગોઠવણ એવી સાવચેતી સાથે કરવામાં આવી. હતી કે, ગ્નિનપ્લેઈનને પ્રવેશ-વિધિ કશીય દખલ વિના પતી ગયે, અને તે હવે કાયદેસર - વિધિસર ઉમરાવ બની ગયો. ધીમે ધીમે બધી બેઠકે ભરાવા લાગી. રાણીના પતિ ડક ઓફ કંબરલૅન્ડ (ડેન્માર્કના જજ) ની વાર્ષિક આવક એક લાખ પાઉન્ડ વધારી આપવાના બિલ ઉપર ચર્ચા થવાની હતી. ઉપરાંત બીજાં પણ કેટલાંક બિલ, જેમને રાણીજીએ મંજૂર રાખ્યાં હતાં તે આજની બેઠકમાં રજૂ થવાનાં હતાં. બધા ઉમરાવો પાર્લમેન્ટના ખાસ ઝભા ઓઢીને આવ્યા હતા - જેવો વિનપ્લેઈનને ઓઢાડવામાં આવ્યો હતો. માત્ર વ્યકોને સોનેરી કિનારીવાળી પાંચ સફેદ પટ્ટીઓ વધારાની હતી, વાઈકાઉંટેને ત્રણ અને બેરોને બે.. બધા ઉમરા જૂથબંધ તથા વાતો કરતા અંદર દાખલ થતા, અને રાજસિંહાસનને નમન કરી પોતાની જગા લેતા. અર્ધા એક કલાકમાં તે બેઠકે લગભગ ભરાઈ ગઈ.