SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 120 લાફિંગ મેન રાણીના પતિ ડ્યુક ઓફ કંબલડને ન ગણુએ, તે કેની સંખ્યા 25 હતી; 5 માર્વિસો હતા; 79 અર્લ હતા; 9 વાઈકાઉન્ટ હતા; 62 બેરન હતા. ઈ. સ.૧૭૦૫માં ૨૬માંથી 25 બિશપે રહ્યા હતાઃ ચેસ્ટરની જગા ખાલી હતી. બિશપમાંના ઘણું બહુ મોટા ઉમરા હતા. જ્યારે તાજ તરફથી કંઈ સંદેશ વિચારવાનું કે સાંભળવાને હોય, ત્યારે આ આખું ટોળું પોતપોતાના ભવ્ય પિશાકમાં વાળની વિગો પહેરીને જમા થતું વિદ્રપ શ્વિનપ્લેઈનને ઉમરાવ-સભામાં પ્રવેશ અને સ્વીકાર કશી દખલગીરી વિના થઈ જાય તે માટે રાતની બેઠક વખતે તે વિધિ પતાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બે ઉમરાવોને 4િનપ્લેઈનને રજૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ ઘરડા હોઈ આંધળા જેવા જ હતા. લોર્ડ-ચાન્સલેરે તેમને એ કારણે જ પસંદ કર્યા હતા. ઉપરાંત, ઉમરાવ-સભાના ઓરડામાં જ્યારે વિનપ્લેઈનને પ્રવેશ કરાવવામાં આવ્યો, ત્યારે બહુ થોડા ઉમરાવો તેમાં હાજર હતા. અને એ બધા પણ લગભગ ધરડા હતા. બેઠકમાં ઘરડાઓ જ સામાન્ય રીતે વખતસર આવતા હોય છે. લોર્ડ ચાન્સેલરે પિતાના વૂલ-સેક ઉપર બેઠક લીધી એટલે આયંબિશપ આફ કેન્ટરબરીએ ઊભા થઈ પ્રાર્થના કરી, અને બેઠક શરૂ થઈ વિનપ્લેઈનની બેઠક બૅરનો માટેની બીજી પંક્તિમાં હતી. પહેલેથી વિનપ્લેઈનના પ્રવેશવિધિ બાબત જાહેરાત કરવામાં આવી
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy