________________ ઉમરાવસભામાં 259 ચીજો નથી. તમને લેકેને ચેતવવા આવ્યો છું - તમારા સુખના જોખમને પ્રગટ કરવા. તમારું સુખ બીજાના દુઃખ ઉપર ઊભું થયેલું છે. તમારી પાસે વધું જ છે; પણ એનું મંડાણ લોકોના “કશું નહિ” ઉપર થયેલું છે. ઉમરાવ બહાદુરે, હું જાણું છું કે, હું બહુ નબળા વકીલ છું. પરંતુ ઈશ્વર પોતે આ દરિદ્ર લેકને આખરી વકીલ છે. હું તે એ ઈશ્વરના ધીમા અવાજ રૂપે આવ્યો છું. તમારે મને સાંભળછે જ પડશે, મારે જે કહેવું છે, તેના બેજથી હું લચી પડું છું. ક્યાંથી કહેવાની શરૂઆત કરવી એ મને સમજાતું નથી. તમને નવાઈ લાગે છે; મને પણ તેટલી જ નવાઈ લાગે છેઃ ગઈકાલે તે હું એક ગરીબ કંગાળ ખેલાડી હતો; આજે હું તેંડ લૅન્ચાર્લી કહેવાઉં છું. મારું ખરું નામ ગ્વિનપ્લેઈન છે. એક રાજાએ મને તમો બધામાંથી તોડીને અળગે કરી દીધે હતો. અને એનું કારણ શું હતું ? - કશું જ નહિ - એ રાજાની ખુશમરજી ! તમારામાંના ઘણું મારા પિતાને ઓળખતા હશે; જોકે તો કદી એમને જોયા નથી. ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે. મને અંધારખીણમાં ફગાવી દેવામાં આવ્યું, તેનું શું પ્રયોજન હશે ? એ જ કે હું તેને તળિયું તમો સૌ માટે જોઈ લાવું. હું એ અગાધ ઊંડાણમાં ડૂબકું મારીને આવ્યો છું, અને તળિયેથી સત્યરૂપી મોતી લાવ્યો છું. એ સત્ય તમારે સાંભળવું જ પડશે. “ઉમરાવ બહાદુરો, દુઃખ એ કંઈ પોકળ શબ્દ નથી. દરિદ્રતા એમાં તે હું ઊછર્યો છું. શિયાળો -- હું તેમાં કંયો છું. દુકાળ - મેં એને સ્વાદ ચાખ્યો છે. તિરસ્કાર - મેં એ વેક્યો છે. પ્લેગ - હું તેને ભેગ બને છું. શરમ –મેં તેનું પાન કર્યું છે, અને એ બધું હું તમારી આગળ અત્યારે એકી બતાવવાને છું.