________________ પ્રેમી જોઈએ! પતિ નહિ ! “અને ડિયાનું શું?” એ અવાજ, ટેડકૅસ્ટર વીશીમાં આ બધું બની રહ્યું હતું તે દરમ્યાન કેલિયાં લોજમાં ગ્નિનપ્લેઈનને સંભળાયો હતો. તેને લાગ્યું કે, એ અવાજ બહારથી ક્યાંકથી આવ્યો હતો, પણ ખરી રીતે એ આવ્યો હતો તેના અંતરમાંથી. અંતરાત્માના આવા ઊંડા પિકાર કેણે સાંભળ્યા નથી હોતા? ઉપરાંત પ્રભાત પ્રગટતું હતું, અને પ્રાતઃકાળ પણ જાગૃતિને એક અવાજ છે. સૂર્ય જે અંદરના અંધારામાં સૂતેલા અંતરાત્માને જગાડતો ન હોય, તો તેને શો ખપ છે ? પ્રકાશ અને સદ્દગુણ એ બંને એક જ કેટીની વસ્તુઓ છે. પરમાત્માને આપણે ક્રાઈસ્ટ કહીએ કે પ્રેમ કહીએ; પરંતુ ઉત્તમમાં ઉત્તમ પુરુષો પણ અમુક વખતે તેને ભૂલી જાય છે. સંતેને પણ યાદ કરાવનાર - સાવચેત કરનાર અવાજ જોઈએ છે; અને પ્રાતઃકાળ આપણામાં એ અવાજ જગાડે છે. શ્વિનપ્લેઈન એટલે કે લૉર્ડ કૉન્ચાલની સદ્દભાવના પણ હવે વહી જવા લાગી હતી; તેની ધોરી નસને બાંધી દેવાની જરૂર હતી. “અને ડિયાનું શું ?" એ અવાજે તેના બધા સારા વિચારોને ફરી પાછા તેના અંતરમાં જગાડયા. 15