________________ રર૪ લાફિંગ મૅન સાદર કરવાનું છે. હું બે કલાક મોડે થ છું, મારે ઉતાવળે હવે દેડી જવું જોઈએ.” તરત બધા ઊઠયા. મેજિસ્ટ્રેટ હવે પોલીસને નિશાની કરી એટલે તેઓ વીશીમાં દાખલ થયા. માસ્ટર નિકોલસ ચોંક્યો; તેણે તરત જ મેજિસ્ટ્રેટ તરફ ફરીને કહ્યું, “નામદાર, હવે આ ઉર્સસ કશે સામને કર્યા વિના ચાલ્યા જવા કબૂલ થાય છે. પછી મારી આ વીશીમાં પોલીસના માણસે રાખવાની કશી જરૂર નથી.” “પણ એ માણસે તેને માટે છે એવું કોણે કહ્યું ?" “તે પછી શા માટે છે, સરકાર?” તમારી ધરપકડ કરવા માટે. " મારી ?" “હા; આ ઉર્સસ વગેરે ગુનેગારોને તમે તમારી વીશીમાં આશરો આયે, એ મોટો ગુને થયો છે. એટલે તમારી તથા તમારા નેકરની ધરપકડ કરવામાં આવે છે, તમારું લાઇસન્સ રદ કરવામાં આવે છે અને દંડની રકમ પેટે વીશીને બધા સરસામાન કબજે લેવામાં આવે છે. માટે તમે તથા તમારે નેકર અમારી સાથે જ ચાલો.”