SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ લાફિંગ મેન નાઈટસની વાર્તાની પેઠે શીશીમાંથી આપના સભાગ્ય રૂપ મહારાક્ષસ બહાર નીકળી આવ્યો છે.” વુિનલેઈને મંદ મંદ હસતા તે માણસની સામે પોતાની નજર ઠેરવી. બાકિંલકેડ઼ોએ આગળ ચલાવ્યું: “આ મહેલ ઉપરાંત આપની માલકીનું “હંકરવિલ હાઉસ' છે, જે આનાથી વધુ મોટું છે. ઉપરાંત લેંન્યાલને દરબારગઢ છે, જેના ઉપરથી આપને ખિતાબ ઉદ્ભવેલ છે. આપ નામદારના તાબામાં ઓગણીસ તાલુકા છે, જેમાં દરેકમાં કેટલાંય ગામડાં છે, અને ખેડૂત છે. આપ નામદારના ધ્વજ હેઠળ કુલ એંસી હજાર ગણોતિયા આસામીઓ છે. ક્લેખ્યાલગઢની જાગીરમાં આપ જ ન્યાયાધીશ-રાજા સર્વ કાંઈ છે. લોકોના જાનમાલ સર્વેને ફેંસલો આપ આપી શકે છે; રાજાજીને આપના કરતાં વધુ કાંઈ હક હોય, તે તે નાણાં છાપવાની ટંકશાળને. એ હક સિવાય, આપ આપની જાગીરમાં રાજ છે, જેમ રાજા તેમની જાગીરમાં રાજા છે. ઈગ્લેંડમાં આપને ચાર થાંભલાવાળા ફાંસીના માંચડાને હક છે, અને સિસિલીમાં માર્થિવસ તરીકે સાત થાંભલાવાળા માંચડાને. સાદા લૉર્ડને બે જ થાંભલાવાળી ફાંસીને, અને ડચકને આઠ થાંભલાવાળીને હક હોય છે. આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં આપને સગાઈ-સંબંધ છે. એ સિવાય કેટલીય ખાણો ઉપર, ખીણ ઉપર, ગ્રામ-ભવન ઉપર, તથા પ્રાચીન કિકલાવાળા એક આખા પહાડ ઉપર પણ આપની હકૂમત છે. એ બધાની મળી આપને ચાલીસ હજાર પાઉંડની મહેસૂલી આવક છે, અર્થાત કોઈ ફ્રેંચ ઉમરાવ સંતુષ્ટ થાય તેનાથી ચાલીસ ગણી વધારે.” ગ્વિનપ્લેઈન નિશ્ચળ મેએ બધું સાંભળી રહ્યો. બાલિફેએ હવે ટેબલ ઉપર પડેલી કાસ્કેટ તરફ આંગળી કરીને કહ્યું, “નામદાર, આ કાસ્કેટમાં નામદાર રાણીજીએ આપની
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy