SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રાણી એન આ દંપતીને માથે બંનેને ટપે તેવી ઇંગ્લંડની રાણી ઐન હતી. તદ્દન સામાન્ય સ્ત્રી આનંદી, દયાભાવી, ગૌરવભરી. પણ એને કોઈ ગુણ સદ્ગુણ-કક્ષાએ પહોંચતો ન હતો અને એની એકે અપૂર્ણતા દુર્ગુણ કક્ષાએ પહોંચતી ન હતી. એને બાંધે સુદઢ હતો, પણ વિશાળ; તેનામાં બુદ્ધિ હતી, પણ સ્થૂળ; અને તેની દયાળુતાને પણ મૂર્ખાઈભરી જ કહી શકાય. તે જક્કી અને નિર્બળ બંને હતી. પત્ની તરીકે તે બેવફા તેમ જ પતિવ્રતા હતી. તેને પ્રેમીઓ હતા જેઓને તે હૃદય અર્પતી; પણ પથારી તે પતિ માટે જ સાચવી જાણતી. તેના આખા શરીરમાં ગળાનો ભાગ જ સુંદર હતો. બાકીને એક ભાગ સુઘડ નહોતો. તે ફૂટડી દેખાવાને પ્રયત્ન કરતી, પણ અણઘડ રીતે. તેનું કપાળ સાંકડું, હોઠ વિલાસી અને લાંબા, ગાલ ભરાવદાર તથા તેની આંખે બહાર પડતી અને ટૂંકી દષ્ટિવાળી. અવારનવાર તે આનંદમાં આવી જાય, જોકે તેને આનંદ પણ તેના ગુસ્સા જે ભારેખમ જ હોય; તે સિવાય તે આખો વખત મેઢે ચડાવી ઘૂરકતી બેઠી હોય. તેનામાં સારી ભલી સ્ત્રી, અને દેશભરી ડાકણ - બંનેનું મિશ્રણ હતું. અણધારી ઘટનાઓ જ તેને ગમતી. તે ખૂબ દારૂ પીતી. તેને પતિ પગથી માથા સુધી નર્યો ડેન્માર્કને વતની હતો. ગુસ્સામાં આવી જાય ત્યારે રાણી એન ભાંગફેડ આદરતી. રાજકારભારમાં પણ બધી બાબતો તે જમીન ઉપર પછાડીને જાણે ફોડી
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy