SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ડચેસ જેસિયાના શરત બકે; ત્યારે બીજે તેની આંખમાં અંગૂઠા ડાબી તેના ડોળા બહાર કાઢી નાખવાની શરત બકે ! લંડનના તવંગર એશઆરામ અઢારમી સદીની શરૂઆતમાં આ રીતે આનંદપ્રમોદ કરતા. લોર્ડ ડેવિડ આ બધી મજાઓમાં પોતાનું અને ખાપણું દાખવતે. શી– રોસ” ક્લબમાં તેણે બે સ્ત્રીઓને હાથ ઉપર ચલાવી હતી. પણ તેમાંની એક અપરિણીત હતી; તેને પૂરી દહેજની રકમ આપીને તેણે પછી પરણાવી આપી હતી. બીજી જે પરિણીત હતી, તેના પતિને તેણે પાદરી નિમાબે હતો. મરઘાઓની સાઠમારી તે વખતમાં બહુ ચાલતી. લોર્ડ ડેવિડ પિલા બે મરઘામાંથી એકનાં બધાં પીછાં કાતરી કાઢતો - કારણ કે મરઘાઓ એકબીજાનાં પીછાં પકડીને લડે છે. પછી બીજા મરવાનાં પીછાંના ફાલતુ વાળ કાપી કાઢી, નર્યા અણદાર ભાલેડાં તે રહેવા દેતો. પછી તેના નખ ચપુથી છેલી વધુ અણીદાર બનાવતો, અને તેની પાછલી એડી ઉપર તે પોલાદની અણીદાર એડી ચડાવતો. આમ ગરુડને મરઘડું બનાવવાની અને મરઘડાને ગરુડ જેવું બનાવવાની તેની કુશળતા ખાસ વખણાતી. પણ લોર્ડ ડેવિડ ડિરી-મેઈર શેરીઓમાં રમતા ખેલોને પણ એટલે જ શોખીન હતો. ભાંડવિયાના ખેલ, નાના ખેલ, એમ ખુલ્લા મેદાનમાં થતા બધા ખેલ ટોળા વચ્ચે ઊભા રહી જવાનો તેને શેખ હતો. તે માટે તે ખાસ વેશપલટો કરીને નીકળતો. એ બધાં સ્થાનમાં તે ટોમ-જિમ-જેક નામથી મશદૂર હતો. ધીમે ધીમે તે સ્થાનમાં એવા ખેલોમાં તેની હાજરી ખાસ આવશ્યક બની ગઈ હતી. કારણ કે, તે જે ખેલમાં હાજર હોય, તે ખેલમાં લેકને ખાસ આનંદ આવે તથા વ્યવસ્થા પણ જળવાઈ રહે. લેડી જૈસિયાનાને લેડ ડેવિડની આ બાજુ ખાસ પસંદ હતી.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy