________________ હાફિંગ ન ચાર્લ્સ બીજા પછી જેમ્સ બીજાના અમલમાં પણ તે આગળ વધવા માંડયા. રાજા ગાદીએ આવ્યો તે અરસામાં તેની મા મરી ગઈ, એટલે માતાની જાગીર ઉપરથી તેને લઈ ડેવિડ ડિરી-મેઈર નામે ઓળખાવાની પરવાનગી મળી. રાજા જેમ્સ-ર રાજા હતો, છતાં સેનાપતિ દેખાવાને તેને શોખ હતો. એટલે જાહેરમાં તે બખતર પહેરી જોડેસવારી કરીને જ નીકળતું, અને આસપાસ જુવાન અફસરો રાખતો. તેને જુવાન ઑર્ડ ડેવિડને દેખાવ ગમી ગયો, એટલે તેણે તેને હજાર પાઉંડના પગારે પિતાના શયનગૃહને અફસર બનાવે. એ પદ બહુ સારું કહેવાય. તેને રાજાજીની નજીકમાં જ રોજ રાતે ખાસ પથારીમાં સૂઈ રહેવું પડે. તેવા બાર અફસરો હોય, જે વારાફરતી એ સેવા બજાવે. - લૈર્ડ ડેવિડ હવે રાજાજીના કોઠારનો અધ્યક્ષ પણ બને - અર્થાત ઘેડાઓને એટ-અનાજ કાઢી આપવાનું કામ પણ તેને સંભાળવાનું મળ્યું; પગાર બસો સાઠ પાઉંડ વધુ. તેના હાથ નીચે રાજાજીના પાંચ કેચમેન, રાજાજીની ઘોડાગાડી સાથે જોડા ઉપર બેસી દોડનારા પાંચ જણા; પાંચ ખાસદાર, બાર પદાતી, અને ચાર (રાજાની ખુરસી ઊંચકનાર) પિોર્ટર હતા. ઉપરાંત રાજાજીના ઘોડદોડની શરતના છે ઘોડાની સંભાળ પણ તેને હસ્તક હતી. રાજા તે ઘડાઓ પાછળ વરસે છ પાઉન્ડ ખર્ચત. એ ઉપરાંત બીજી અનેક કામગીરીઓ - જેવી કે, રાજાને પિશાક-ભંડાર સંભાળવો, રાજાજીએ આપેલા ભોજન-સમારંભ વખતે રાજાની પાછળ ઊભા રહેવું, પવિત્ર ગુરૂવારે બાર ગરીબોને રાજાજી સમક્ષ હાજર કરવા જેમને રાજાજી તેમની ઉંમરને હિસાબે ચાંદીના પેસ આપે અને પોતાના રાજ્યકાળનાં વર્ષોને હિસાબે શિલિંગ આપે), રાજાજી બીમાર પડે ત્યારે દાનશાળામાંથી બે