________________ “પાપ તારાં સંભાળ !" જહાજને ડુબાડી રહ્યો છે. હવે આપણે સહીસલામતીનો વિચાર નથી કરવાને, પણ આપણું ઉદ્ધારને વિચાર કરવાનું છે. આપણે હમણાં છેવટનું જે મહાપાપ કર્યું છે, તેને લીધે જ આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ ? આપણે એક બાળક સામે મહાપાપ આચર્યું છે. અને બાળક સામેનું પાપ એટલે ઈશ્વર સામેનું પાપ. આપણે બચીએ તે પણ ફાંસને કિનારે જ નીકળીએ. કારણ કે અહીંથી ફાંસની જમીન જ નજીકમાં નજીક છે. પણ ફાંસ પણ ઇંગ્લેંડ જેટલું જ આપણે માટે ખતરનાક છે. ત્યાં જીવતા નીકળીએ તે ફાંસીનું દોરડું જ આપણે માટે તૈયાર છે. માત્ર સ્પેન પહોંચીએ, તો જ આપણે સહીસલામત રહી શકીએ. પણ એ બહુ દૂર છે, અને આપણું આ જહાજ હવે ત્યાં કઈ રીતે આપણને પહોંચાડી શકે તેમ નથી. એટલે ઈશ્વરને આભાર માને કે, મરતા પહેલાં આપણને હળવા થવાની આ તક તેણે રહેવા દીધી છે. એ બાળકને આપણે જે સ્થિતિમાં કિનારે મૂક્યું છે, તે સ્થિતિમાં કયારને તેને જીવાત્મા તેનું ળિયું છેડી આપણું માથા ઉપર જ અહીં ભટકતો હશે તે આંગળી કરીને આપણો ગુને - મહાપાપ ઈશ્વરના સિંહાસન આગળ કહેવા માંડશે. હજુ અત્યારે વખત છેઃ આપણે તેને લાભ લઈને, આપણાથી બને તેટલું તે પાપ ધોઈ કાઢીએ. જુઓ, કદાચ એ બાળક જીવતું રહ્યું હોય, તો તેને મદદગાર થવાય તેટલા આપણે થઈએ તે આપણું જીવાત્મા કાયમના અંધકારમાં પટકાતા બચશે. તેથી કહું છું, તમે સૌ ઘૂંટણિયે પડો અને પરમાત્માની પ્રાર્થના કરો અને ક્ષમા માગો. પસ્તાવારૂપી હોડી કદી ડૂબતી નથી; અને પ્રાર્થનારૂપી હોકાયંત્ર અચૂક આપણને સામે પાર દેરી જશે.” સૌ હવે કંપી ઊઠયા. તેઓ બધા એકી અવાજે બોલી ઊઠયા, બુવાજી, તમે કહે, અમારે શું કરવું જોઈએ? તમે કહે તે કરવા તૈયાર છીએ.”