________________ લાફિંગ મેન “આપણુ પાસે કેટલા સમય બાકી રહ્યો છે?” “પાએક કલાક,” ખલાસીએ જવાબ આપ્યો. ' તરત જ બુવાજીએ ખીસામાંથી ખડિયો અને ખીસાપોથી બહાર કાઢયાં. પછી તેમાંથી પેલે દસ્તાવેજ કાઢયા, જેની પાછળ તેમણે વીસેક ભરચક લીટીઓ ચેડા કલાક પહેલાં લખી હતી. કંઈક અજવાળું કરો.” એક મશાલ બાકી રહી હતી, તેના અજવાળામાં બુવાજીએ પોતે કરેલું લખાણ સૌને વાંચી સંભળાવ્યું. સૌએ નમેલે મસ્તકે તે સાંભળ્યું. વાચન પૂરું થયું એટલે બુવાજીએ દસ્તાવેજ નીચે મૂકી તેના ઉપર સહી કરી. પછી તેમણે બધાને તેની નીચે પિતાની સહી કરવા ફરમાવ્યું. સૌની સહી થયા પછી, બંને ખલાસીઓએ પણ એ દસ્તાવેજ ઉપર સાક્ષી તરીકે સહી કરી. બુવાજીએ હવે પેલા રસોઈયા તરીકે કામ કરતા સાથી પાસેથી તેની બ્રાન્ડીવાળી તુંબડી માગી. પેલાએ છેલ્લે ઘૂંટડે ભરી લીધે અને ખાલી તુંબડી ભુવાજીને આપી. તે હવે જહાજ એક બાજુ ઝડપભેર નમવા લાગ્યું હતું. બુવાજીએ ઝટપટ બધાના લખાણની શાહી મશાલ ઉપર ધરીને સૂકવી દીધી. પછી તે દસ્તાવેજની ગડી કરી, પેલી તુંબડીમાં બેસી દીધે. ત્યાર પછી દોરડાના ટુકડાને ડામરમાં બોળી તેને દાટે એ તુંબડીને મારી દીધે. પછી આખી તુંબડીને ગરમ ડામરના કુંડામાં ડુબાડી દીધી. જહાજમાં ગરમાગરમ ડામર હંમેશાં તૈયાર રાખવાની વ્યવસ્થા હોય જ. પછી ભુવાજી હાથમાં એ તુંબડી લઈને એક બાજુ ઊભા રહ્યા. સો હવે તેમની પાછળ પાછળ હારબંધ ખડા થઈ ગયા. છેવટની ઘડી નજીક આવી હતી. બુવાજીએ સૌને કહ્યું, ઘૂંટણિયે પડી ભગવાનને યાદ કરવા લાગે.”