________________ તેડું “અરે ભાઈ ફિલસૂફ, હવે જક ન કરીશ; શાંત થઈ જા, ઉસે ટેબલ નીચે જોઈને કહ્યું. પરંતુ વરુ તો ઊભો જ થઈ ગયે, અને બારણા તરફ નજર કરી દાંત બતાવવા લાગ્યા. બારણામાં એક માણસ ઊભો હતો. તેણે કાળો ઝભ્ભો પહેર્યો હતો. તેના હાથમાં લોઢાને દંડ હતો, જેની બંને બાજુએ તાજની આકૃતિ કતરેલી હતી. ઉર્સસ તેને જોઈને પગથી માથા સુધી ધ્રુજી ઊઠયો. તેણે ગ્વિનપ્લેઈનને કાનમાં ધીમેથી કહ્યું, “વાપેનટેક !" ગ્વિનપ્લેઈનને યાદ આવ્યું. પેલા માણસે તરત પિતાના જમણા હાથમાંને દંડ નમાવી ગ્નિપ્લેઈનના ખભાને સ્પર્શ કર્યો, તથા ડાબા હાથે બારણા તરફ નિશાની કરી. એને અર્થ એવો થતો હતો - મારી પાછળ પાછળ ચાલ !" ગ્રિનપ્લેઈન સમજી ગયો કે, તેણે પેલા પિલીસ અફસરની પાછળ પાછળ જવાનું છે. પણ શા માટે ?- એ વસ્તુ તે સમજી શક્યા નહિ. એ પિલીસ અફસર અંગ્રેજ કાયદાથી ગુનેગારને બીજે કશે ખુલાસો આપવા બંધાયો નહોતો. ઉર્સસને તરત હરીફ ભાંડ ભવૈયા વગેરે યાદ આવ્યા. તે લેકેએ જ કંઈ ફરિયાદ કરી દેવી જોઈએ. તે જોરથી ધ્રૂજવા લાગ્યો. ડિયા સ્મિત કરી રહી હતી. કારણ કે, તેણે તો કશું જ જોયું ન હતું–અને સાંભળ્યું ન હતું. હેમે પણ જાણે કાયદો સમજ હેય, તેમ ચૂપ થઈ ગયો હતો. ગ્વિનપ્લેઈન ઊભો થયો અને વાપેનટેક પાસે ગયો. વાપેનકે બહારથી સૌ કોઈને ફરમાવ્યું, “આ ઈસમ સિવાય બીજા કઈ