SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉસ ઉર્સસ અને હેમો એ બે જણ મિત્રો હતા. ઉસ હતું માણસ; અને હોમો હતો વરુ. પણ તેમના સ્વભાવ પરસ્પર બંધબેસતા આવી ગયા હતા. વરુનું નામ માણસે જ પાડ્યું હતું, અને કદાચ પિતાનું પણ. પિતાને માટે રીંછ અર્થનું ઉર્સસ” નામ સારું લાગ્યું એટલે જાનવર માટે માણેસ અર્થનું “હ” નામ તેણે પસંદ કર્યું. માણસ અને વરુને આ ભેગે સહચાર મેળાઓમાં, બજારમથકમાં, ઉત્સવોમાં અને શેરીઓનાં ચકલાંમાં કે જ્યાં માણસોનાં ટોળાં ઝટ ભેગાં થઈ જાય છે, ત્યાં લાભદાયક નીવડત. કારણ કે, લોકેને નવરા તડાકા સાંભળવાની કે ઊંટવૈદાની દવાઓ ખરીદવાની ટેવ જ હેય છે. અને ઉર્સસ એ બંને વાનાં પૂરાં પાડતા. ઉપરાંત, આ નમ્ર તથા હોંશભેર હુકમ માનનારું વરુ પણ લોકોના ટોળાંને ખાસ પસંદ પડતું. પાળીને વશ કરેલાં પ્રાણીઓ જોવાં માણસેને હંમેશાં ગમે છે; અને તેથી જ એવાં બધાં પ્રાણીઓનાં સરઘસવાળી સવારીએ જોવા લેકોનાં ટોળાં ખાસ ભેગાં થાય છે. ' ઉર્સસ અને હેમે એક ચકલેથી બીજે ચકલે, એક ગામથી બીજે ગામ, અને એક પગણાથી બીજે પરગણે વિચર્યા કરતા. ઉર્સસ પૈડાંવાળી કોટડીમાં રહેતો. દિવસે હોમો તેને ખેંચતો અને રાતે તેની ચોકી કરતો. જ્યારે ચડાણવાળા, ખાડાટેકરાવાળા કે કાદવવાળા રસ્તા આવતા, ત્યારે માણસ ઝુંસરાનો પટો પોતાને ખભે ભેરવી વરુ સાથે તેને ખેંચવા લાગતો.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy