________________ લાફિંગ મૅન તેઓને ઉતાર ગામ પાસેના ચરામાં, રસ્તાઓની ધાર ઉપર, શહેરના દરવાજા બહાર, બજાર-મથકોમાં, ઉપવનોની પરવાડે કે દેવળે આગળની ખુલ્લી જમીનમાં રહેત. કોઈ મેળામાં તેમનું ગાડું જઈને થેલે અને લેકે ઉઘાડે મેંએ આસપાસ ટોળે વળે, એટલે તરત ઉર્સસ ભાષણ આપવા માંડે. હોમો તેમાં હાજિયો પૂરવા લાગે; અને વખત આવ્યે મોંમાં લાકડાનું તાંસળું લઈ પ્રેક્ષકોમાં ઉઘરાણું પણ કરવા માંડે. આમ બંને મળી પિતાની આજીવિકા ચલાવતા. વરુ બહુ શાણો હતા; માણસ પણ તેવો જ હતો. વરુને માણસે કેળવ્યા હતા એટલે તે પણ પિતાની થેડી જત-કરામતોથી પ્રેક્ષકોને ખુશ કરી ઉઘરાણું મેળવવામાં મદદ કરતો. જો કે, માણસ તેને અવારનવાર તાકીદ આપ્યા જ કરતો, “જો બેટા, બગડીને માણસ ન બની જતો !" ' વરુ કદી કરડતા નહોતા; જે કે માણસ કઈ કઈ વાર કરડત. ઉર્સસ માણસજાતને ધિક્કારનારું પ્રાણી હતો; અને તેથી જ તે મદારી બન્યો હતો. જોકે આજીવિકા માટે પણ તેને તે ધંધો કરવો પડત જ. આ ઉપરાંતમાં તે વૈદ હતો; તેથી તેના મદારીપણામાં પૂતિ થતી હતી કે ગોટાળો થતો હતો તે ખબર નથી. વળી તે બધાં પ્રાણીઓના અવાજ કાઢી શકતો. કોઈ પણ માણસના કે પશુપંખીના અવાજનું તે એવું અનુકરણ કરી શકતો કે, લેકે દંગ થઈ જાય. તે એકલો જ માણસેના આખા ટોળાને ગણગણાટ સંભળાવી શકત; ઉપરાંત એકીસાથે કેટલાંય પંખીઓને કલબલાટ. આવી આવડત બહુ વિરલ હોવા છતાં, હોય છે એ વાત સાચી છે. 1 . ઉર્સસ દંતકથાઓ કહેતો; જાણે સાચી માનતો હોય તેમ. લેકના હાથ જો, અને ચેપડીઓ ફાવે તેમ ઉઘાડી, ભવિષ્ય ભાખી આપતો. વળી કાળી ઘડી સામે મળે તે શું જોખમ આવી પડે, અને તમે મુસાફરીએ નીકળવાના છે ત્યારે તમે ક્યાં જવાના છો એ ન જાણ