SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ 256 લાફિંગ મૈન રાખેલાં પાંચ બિલ શાહી મંજૂરી માટે ગયેલાં તે વાંચી સંભળાવવમાં આવ્યાં. પહેલું બિલ રાણીએ હૈપ્પન-કોર્ટના પિતાના રહેઠાણુમાં સુધારાવધારા કરાવવા ખર્ચ કરેલા દશ લાખ પાઉંડની મંજૂરીનું હતું. એ વાંચી સંભળાવીને પાર્લમેન્ટના કારકુને ખાલી રાજ-સિંહાસન તરફ વળીને નમન કર્યું. બીજું બિલ નાગરિક-સેનામાં મફત કામગીરી બજાવવા ના પાડનારને કેદ અને દંડની સજાનું હતું. ત્રીજા બિલમાં “આપણા પવિત્ર ધર્મની જરૂરિયાતો” પૂરી પાડવા માટે બે બિશપ-જાગીરની આવક વગેરે વધારવાની જોગવાઈ હતી. ચોથા બિલમાં બજેટમાં થડા નવા કરવેરા જાહેર કરવામાં આવ્યા હતા; જેમ કે, માર્બલ-પેપર ઉપર, ભાડાની ઘોડા-ગાડીઓ ઉપર, બારિસ્ટરો- ઍટની અને સોલિસિટરો ઉપર (માથાદીઠ 48 શિલિંગ), કમાવેલાં ચામડાં ઉપર, સાબુ ઉપર દારૂ ઉપર, આટા ઉપર, જવ ઉપર, પાશ્ચમ તરફથી આવતાં જહાજોના માલ ઉપર (ટન દીઠ છ ફાંક), પૂર્વ તરફથી આવતાં જહાજોના માલ ઉપર (ટન દીઠ અઢાર ફાંક). એ બધા કરે સામે જુદા જુદા વેપારધંધાવાળાઓએ વાંધો ઉઠાવ્યો હોવા છતાં, બિલમાં જણાવ્યું હતું કે, “રાજની જરૂરિયાતો પ્રથમ વિચારવી જોઈએ; વેપારીઓના વાંધા તે પછી.” ઉપરાંતમાં ચાલુ માથા-વેરો ચાર શિલિંગ વધારવામાં આવ્યો હતો. પાંચમા બિલમાં હોસ્પિટલમાં દાખલ થનાર દરદીએ દાખલ થતા પહેલાં, તે મરી જાય તો તેની દફનક્રિયા માટે એક પાઉન્ડ, જમા કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. પછી લોડ-ચાન્સેલરે, રાણીજીના પતિનું વર્ષાસન એક લાખ પાઉંડ વધારી આપવાના બિલ ઉપર ઘણું દિવસ ચર્ચા થઈ ગઈ
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy