________________ ઉમરાવ–સભામાં 255 મૅડમ, આપે જે નવી વ્યવસ્થા વિચારી તે પણ મને પસંદ છે. હવે લોર્ડ ડેવિડને હું મારા પ્રેમી ગણીશ.”—જેસિયાના. આ પત્ર ખરે હતો કે બનાવટી તે તો કેણુ જાણે પણ સૌએ રસપૂર્વક તેને વાંચવા માંડ્યા. એક જુવાન લઈને એ કાગળ વધારે પડતા રસથી વાંચતા જોઈ, બીજો અલે તેની સામે જોઈને હ. પેલે તરત બોલ્યા, “વાહ, એ સ્ત્રીને પરણવાનું મને ગમે ખરું !" “શું ડચેસ જેસિયાનાને પરણવાનું તમને ગમે ?" કેમ નહિ ?" કપાળ !" “અરે એને પરણનારે સુખી થઈ જાય !" “બીજા અનેક જણ સુખી થાય ખરા.” “પણ દરેક સ્ત્રીથી સુખી થનારા હંમેશાં અનેક નથી હોતા ?" “ખરી વાત છે; સ્ત્રીને મેળવીએ ત્યારે એકબીજાની એંઠી વસ્તુ જ મળતી હોય છે નવેસર પહેલ કરનાર કઈ હતું જ નથી.” “આદમ બાવા કદાચ હશે.” “એ પણ નહિ; આદમનું તે નામ જ ગવાય છે; બાકી, માનવને ખરો બાપ સેતાન જ છે; મા ઈવ ખરી.” પણ હવે રાણના પતિનું વર્ષાસન વધારી આપવાની બાબતમાં મત આપવાનું કહેવા રાણીજીના પ્રતિનિધિ તરીકે ત્રણ કમિશ્નર ઉમરાવ-સભામાં વિધિસર દાખલ થયા. * પ્રથમ આમની સભામાં પસાર કરેલાં અને ઉમરાવોએ મંજૂર