________________ 254 લાગિ મેના જીવે છે ?" “હા, જીવે છે.” “અશક્ય.” “અરે સાચી વાત છે, સાબિત થયેલી વાત છે, પ્રમાણિત થયેલી વાત છે, અને તેને રજિસ્ટરમાં નેંધવામાં પણ આવી છે.” તે પછી એ છોકરાને કૉન્ચાર્લીનું ઉમરાવ-પદ વારસામાં મળશે.” “વારસામાં મળશે નહિ.” કેમ ?" કારણ કે, તેને તે વારસે મળી ચૂક્યો છે " મળી ચૂક્યા ?" “જુઓને જરા માથું ફેરવીને; બરની પાટલી ઉપર આવીને એ બેસી પણ ગયો છે.” બીજા બે ઉમરાવે વચ્ચે આ પ્રમાણે વાત ચાલી - “પેલો બિચારો ગધેડો બન્યો !" “કોણ ગધેડો બન્યું ?' ડેવિડ ડિરી-ઈર.” કેમ કરીને ?" અને પેલી તુંબડી મળી આવવાની વાતથી માંડીને બધી વાત તેણે પેલાને કહી સંભળાવી. ડી વારમાં ડચેસ જેસિયાનાએ નામદાર રાણીને લખેલા ત્રણ લીટીના એક પત્રની નકલે હાથે હાથ ફરવા લાગી. તે પત્ર નીચે મુજબ હતું ?