SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નેધારે - જહાજવાળાઓએ પાછળ પડતું મૂકેલે છેક હાલ્યા ચાલ્યા વિના ખડક ઉપર સ્થિર ઊભા રહ્યા. તેની આંખો પણ સ્થિર થઈ ગઈ. તેણે બૂમ પાડીને પેલા લોકોને બોલાવ્યા નહિ, કે તેઓને વિનંતી કરી નહિ. તેઓનું આ વર્તન તેને મન અણધાર્યું હતું. વહાણ ઉપર પણ એટલી જ ચુપકીદી હતી : કોઈએ આ છોકરાને વિદાયને એક શબ્દ પણ ન કહ્યા. | વહાણ ધીમે ધીમે દૂર સરકતું ગયું; થોડી વારમાં તો તે સમુદ્રમાં દાખલ થઈ ગયું. - નાનાં બાળકે ઉપર જ્યારે બહુ વહેલી આવી કપરી કસોટીઓ આવી પડે, ત્યારે તેઓ પોતાની ઝાંખી વિચારશક્તિના કોઈ અગમ્ય પણ અટલ ત્રાજવામાં ઈશ્વરને પિતાને જ તોળતાં હશે. પિતાને કશો વાંક તેને દેખાતો ન હતો; એટલે કશી ફરિયાદ કર્યા વગર તે જે બન્યું તેને તાબે થે. જે પોતે ઠપકાને પાત્ર નથી હતું, તે બીજાને ઠપકે આપવા નથી બેસતું. નસીબે મારે આ ફટકે એ મુગ્ધ બાળકને ભોંયભેગું કરી શક્યા નહિ; તેણે આ વાપાત ટટાર રહીને જ ઝી. કેઈને પણ સ્પષ્ટ દેખાઈ આવે છે, જે ટોળી તેને છેડીને ચાલી જતી હતી તેમાંથી કેઈ તેને ચાહતું ન હતું, કે કોઈને તે ચાહતો ન હતો. | વિચારમાં ને વિચારમાં તે આસપાસ પડતી ઠંડીને ભૂલી ગયો. પણ એટલામાં ભરતી ચડવાને લીધે તેના પગ સુધી ઊછળી આવેલા ઠંડા પાણીએ તેને ચકાવ્યો. તે હવે ટાઢથી ધ્રુજવા લાગ્યો અને ભાનમાં આવ્યો. તેણે આસપાસ નજર કરી, તે તે એકલો હતો. આજ સુધી તે બીજા કેઈ માણસને ઓળખતો નહોતો? જેઓને
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy