SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ એક જણના બે શ; આપસમાં મિત્ર 15 પાસે પહોંચ્યા. તે ચોંક્યો ? આ તો રાજદ્વારી શબ્દો કહેવાય. તેણે વિનપ્લેઈનને ઊધડો લીધે ? “તારું ડાચું જ સંભાળ્યા કર. મોટેરાંઓ માટે એક નિયમ: છેઃ કશું કામ ન કરવું; અને નીચલા વર્ગ માટે એક નિયમ છે : કશું બોલવું નહિ. ગરીબ લોકોને એક જ મિત્ર છેઃ ચુપકીદી, તેઓ એક જ શબ્દ મરજીમાં આવે તેટલ બોલી શકે - “હા.: કબૂલ કરવું અને મંજૂર રાખવું, એટલો જ એકમાત્ર હક તેઓને છે. મોટા માણસો, તેમને ગમે તે, આપણને ફટકારી શકે; મેં પણ મારા દિવસોમાં ખૂબ માર ખાધો છે; એ તેઓને અધિકાર છે. અને આપણું હાડકાં ભાંગવાથી તેમના ગૌરવને જરાય આંચ, આવતી નથી. આપણે તો રાજદંડની ભક્તિ કરવી જોઈએ, કારણ કે સૌ સેટીઓમાં તે શ્રેષ્ઠ છે. મોટેરાઓનો આદર-સત્કાર. કરવો અને તેમના પ્રત્યે નમ્રભાવ રાખવો, એનું નામ જ ડહાપણ. રાજાનું અપમાન કરનાર, સિંહની યાળ કાપવા જનાર છોકરી જેટલું જ જોખમ ખેડી રહ્યા છે. જરા ગંભીર થા. આ દેશમાં રાજાએ છે અને કાયદા છે, એટલું યાદ રાખ. ત્રણ વર્ષ નાનું એક ઝાડવું કાપનારને અહીં ફાંસી થાય છે. નાસ્તિક ભાવથી સોગંદ ખાનારના પગને હેડમાં નાખવામાં આવે છે. દારૂડિયાને ઊંધા પીપમાં ઘાલી, મથાળે તેના માથા જેટલું કાણું પાડી તેનું માથું તથા બાજુમાં બે કાણાં પાડી તેના હાથ બહાર કાઢવામાં આવે છે, જેથી તે સૂઈ શકે નહિ. વેસ્ટમિન્સ્ટર હોલમાં જે મારામારી કરે, તેને, આજીવન કેદ અને તેની મિલકત જપ્ત ! રાજાજીના મહેલમાં જે મારામારી કરે, તેને જમણે હાથ કાપી નાખવામાં આવે. બિશપની અદાલતમાં નાસ્તિકતા સાબિત કરાય, તો તમને જીવતા બાળી મૂકે. આગલે દિવસે આમની સભામાં ભાષણ કરનારાઓનાં નામ છાપવાની ધષ્ટતા બતાવવા બદલ ડેનિયલ ડેફે નામના બદમાશના હાથપગ ૧૭૦૨માં પિલરી ઉપર જડી દેવામાં આવ્યા હતા નામદાર.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy