________________ 156 લાફિંગ મેન રાણીજી પ્રત્યે બદમાશી દાખવનારનાં આંતરડાં જીવતાજીવત કાઢી તે વડે તેના ગાલને તમાચ મારવામાં આવે છે. તે સદાચરણ અને ન્યાયના આ સિદ્ધાંતો તારા ખાલી માથામાં જ ભરી રાખ. હું એક પણ શબ્દ મેંમાંથી કાઢતો નથી, અને જરાક અંદેશા જેવું લાગે કે ભાગી જાઉં છું: બહાદુરીનું આ દષ્ટાંત નજર સામે રાખજે. બહાદુરીની બાબતોમાં પંખીઓનું અનુકરણ કરવું, અને ગપસપની બાબતમાં માછલાંનું.” આટલો ઉપદેશ આપ્યા બાદ પણ કેટલાય દિવસ સુધી ઉર્સસના મનની ચિંતા દૂર ન થઈ. જોકે કેટલાંય અઠવાડિયાં સુધી કંઈ ન બન્યું, એટલે તેને શ્વાસ કંઈક હેઠો બેઠો ખરે. પણ એટલામાં એક દિવસ કાળાં કપડાં પહેરેલ અને હાથમાં લેખંડની છડીવાળે એક માણસ મેદાનમાં દાખલ થતા ઉર્સસના જોવામાં આવ્યો. ઉર્સસ તેને જોઈને પગથી માથા સુધી કંપી ઊડયો. તેણે તરત વિનપ્લેઈનને બોલાવીને એ માણસ બતાવ્યો તથા પૂછયું - “જે માણસ કેણ છે તે જાણે છે ?" “ના.” “તે “વાપેનટેક” છે.” વાપેનટેક એટલે ?" “એટલે બહુ બીવા જેવા અસર. તેના હાથમાં શું છે તે જોયું ?" “તેના હાથમાં શું છે ?" “લોખંડનું હથિયાર છે. તેના વડે તે જેને અડે, તેણે તેની પાછળ પાછળ જવું જોઈએ.” . " ક્યાં ?" “તે લઈ જાય ત્યાં.”