________________ પા૫ તારા સંભાળ ! એટલે જ્યારે બીજું મોજું જહાજને આગળ ગબડાવવા આવ્યું, ત્યારે તો તે તેને બાજુએ થઈ દીવાદાંડીની પાર ધકેલી ગયું. દીવાદાંડી પાછળ રહી ગઈ. તાપૂરતું “મેટિના” જોખમને પાર કરી ગયું હતું. પણ આવું વારંવાર ન બની શકે. પેલે વળાય આ લેકેના હાથમાંથી છટકીને સમુદ્રમાં પડી તણુઈ ગયું હતું. હવે મોજાં અને પવન પાછાં એ જહાજના ખોખાને મરજી મુજબ ઉછાળતાં આગળ ધકેલી ચાલ્યાં. કયાં ? કે જાણે! પણ થોડી વારમાં આસપાસના અંધારામાં એક વધુ કાળા એાળા તેમની સામે ઊભો થવા લાગે. અને જહાજ તે તરફ જોરથી ધચ્ચે જતું હતું. તેમને ખબર ન હતી પણ તે એટંક-ખડક હતો– મોજાંની ઊંચાઈથી 80 ફૂટ ઊંચે ઊઠતી એ સીધી કરાડ હતી. કાસ્કેટ્સ ખડકે તે મધપૂડાનાં પાનાં પેઠે પાણીમાં જુદા જુદા વિભાગોમાં પથરાયેલા છે; ત્યારે આ આર્ટીક ખડક તે એક નક્કર ભીંત સમાન એકલે જ ઊભો હતો. મોજાં તેની સાથે અથડાઈ તેટલા જ જોરથી પાછાં ફરતાં હતાં. એટલે વહાણ જે ખડક સામે ધસતા મોજા ઉપર દડબડતું એ ખડક ઉપર જ અથડાયું, તો તેના ભૂભૂકા ઊડી જાય. પણ ત્યાં અથડાતા પહેલાં પાછા વળતા જોરદાર મોજાની ઉપર ચડી પાછું ભાગે, તો તેને બચી જવાને સંભવ ખરે. કારણ કે બીજા હડસેલા વખતે તે ખડકની બાજુએ પણ નીકળી ગયું હોય. બધા ખલાસીઓ મુખિયા તરફ જોવા લાગ્યા. મુખિયાએ ખભા મચાડ્યા. પેલી કારમી ઘડી આવી લાગી. સૌ શું થાય છે તે નિહાળી રહ્યા. અચાનક જહાજની નીચે પાછા વળતા મોજાની ટચ પેઠી. જહાજ એકદમ દૂર હડસેલાઈ ગયું. સૌ બચી ગયા. - જહાજ પાછું આગળ ધકેલાવા લાગ્યું. પરંતુ હવે દરિયાને