________________ 278 લાફિંગ મેન સમાજ એ અપર-મા છે, કુદરત એ સાચી મા છે. સમાજ એ શરીરની દુનિયા છે, કુદરત એ આત્માની. એક કફન તરફ લઈ જાય છે, જ્યાં ઘરમાં તેને અંત આવે છે. બીજી ઉઘાડી પાંખે આકાશમાં ઉડ્ડયન કરાવી ઉષ:કાળમાં નવેસર પ્રારંભ કરાવે છે. કુદરત કેવી મમતાળ માતા તેને માટે નીવડી હતી ! તેની પાસેથી બધું હરી લેવામાં આવ્યું હતું - તેને ચહેરો સુધ્ધાં. પણ કુદરતે તેને બધું પાછું મેળવી આપ્યું હતું; તેને ચહેરે સુધ્ધાં ! કારણ કે કુદરતે તેને એક સ્વર્ગીય અંધ છોકરી મેળવી આપી હતી જે તેની બાહ્ય વિદ્રુપતા નહોતી જોતી, પણ તેનું આંતરિક સૌંદર્ય જ જતી હતી. અને તે પોતે ડિયાથી છૂટા પડી ચાલી ગયો હતો ! ડિયા તેનું ર્વસ્વ હતી, તેની પત્ની હતી - તેથી પણ વધુ - તેને પ્રકાશ હતી. તેના વિના અત્યારે તેને બધું ખાલી તથા શૂન્યરૂપ બની ગયું હતું. ડિયા જતાં તેનું શું બાકી રહ્યું હતું ? તેની પોતાની જાત કહી શકે એવું શું જીવંત રહ્યું હતું ? તો પછી પિતાના પ્રાણરૂપ ડિયાથી તે એક ક્ષણ પણ જુદો શી રીતે પડયો ? સૂર્યને લઈ લો એટલે પછી શું બાકી રહે ? ખાલી અવકાશ ! નરી પિકળતા. અને તેની સરખામણીમાં પિલી જેસિયાના શી ચીજ હતી ? એ ભયંકર સ્ત્રી - એક જાનવર ! અને તેનું ઉમરાવપણું કેવું કદ્રુપ હતું ? તેને તાજ કેવો ભયંકર હતો ? તેને જન્મે કેવો ત્રાસરૂપ હતો ? પેલા મહેલ કેવા ઝેર રૂપ હતા ? અરે ત્યાંની હવા પણ કેવી રોગિષ્ઠ અને પાગલ બનાવી દેનારી હતી ? તેની સરખામણીમાં ખેલાડીનાં તેનાં સાદાં કપડાં કેવાં ભવ્ય હતાં? ગ્રીન-બૅકસનું ડિયા સાથેનું જીવન કેવું રળિયામણું, કેવું સુખપૂર્ણ, આનંદપ્રદ હતું ? અને તેના અંતરમાંથી દૂ કર “ડિયા !" “ડિયા ! એવો પિકાર ફાટી પડવા લાગ્યો.