________________ અવશેષ 279 વિનપ્લેઈન હવે પેલી દીવાલની કિનાર ઉપર હાથ મૂકી નદી તરફ જેવા લાગે. ત્રણ રાતેથી તે ઊંચે ન હતું. તેનું મગજ હવે બહેર મારી ગયું હતું. તેણે હવે પિતાને કેટ ઉતારી નાખ્યું અને ગડી કરીને કિનારી ઉપર મૂક્યો. પછી પિતાનું જાકીટ તેણે ઉતારવા માંડયું. તે વખતે તેના હાથને કશી કઠણ વસ્તુ અડકી. ઉમરાવ-સભાના લાઈબ્રેરિયને આપેલી લાલ ચોપડી તે હતી. તેણે તે બહાર કાઢી અને તેમાંથી પેન્સિલ કાઢીને ખાલી પાન ઉપર મોટા અક્ષરે લખ્યું: “હું જાઉં છું. મારા ભાઈ, ડેવિડ ભલે મારું સ્થાન લે અને સુખી થાય. નીચે તેણે “ફર્મેઈન લેંન્યાલી, ઈંગ્લેંડને ઉમરાવ” એવી સહી કરી. પછી તેણે જાકીટ પણ કાઢી નાખ્યું અને કેટ ઉપર મૂક્યું. પિતાને ટોપો પણ તેણે જાકીટ ઉપર મૂકયા. પછી પેલી લાલ ચોપડી ખુલી જ એ ટોપામાં મૂકી અને એક પથરે ઉપાડી તેણે ટેપ ઉપર મૂકી દીધે. પછી તેણે અંધારા આકાશ તરફ ઊંચે નજર કરી. તેણે એ દીવાલના એક ખાંચામાં પગ મૂક્યા અને હવે બીજો પગ તેની ટોચ ઉપર મૂકી નદીમાં પડતું જ મૂકવાનું બાકી રહેતું હતું. ભલે ત્યારે,” એમ કહી, તેણે નીચે ઉડા પાણ તરફ નજર સ્થિર કરી. તે જ વખતે તેના હાથને કઈ છભથી ચાટતું હોય તેવી લાગણી તેને થઈ. કંપી ઊઠીને તેણે પણ નજર કરી. હોમે તેની પાછળ તે.