________________ ગ્રીન-બેંક્સ'નું પતન અને નાશ શ્વિનપ્લેઈનને સાઉથવક જેલના બારણામાં અદશ્ય થતો જોયા બાદ, ઉર્સસ પિતે ઊભો હતો તે ખૂણામાં જ ગાભરની પેઠે ઊભો રહ્યો. લાંબા વખત સુધી તેને અંદર ઉધાડાતા અને વસાતા આગળા અને સાંકળને અવાજ સંભળાયા કર્યો. તે શા માટે ત્યાં જ ઊભો રહ્યો હતો ? એ વસાયેલાં બારણાં કરી ઊઘડે તે માટે ? પણ એ બારણાં ઝટઝટ ઊઘડે છે ખરાં? ઉર્સસ પોતે જ એ વાત બરાબર જાણતો હતો, છતાં તે ત્યાં જ ઊભો રહ્યો. જાણે તેના પગ ત્યાં જ જડાઈ ગયા હતા. તે ત્યાંથી ખસી શક્યો જ નહિ . છેક સાંજ પડવા આવી, ત્યારે તે ધીમે પગલે ટારિ—-ફિલ્ડ તરફ પાછો ફર્યો. ત્યાં પહોંચ્યા બાદ તે ગણગણવા લાગ્યો : " ઠીક થયું ! ભિખારડો ! બદમાશ ! બંડખેર સરકાર સામેનાં તેનાં ભાષણેથી જ તેને ત્યાં જવું પડયું છે. મારા ઘરમાં એક બંડખર ઘૂસી ગયો હતો. સારું થયું, બલા ટળી ! શું લશ્કરી વહાણ ઉપર મોકલી દેશે ? તે તો બહુ સારું. કાયદાઓ કેવા સારા છે, એને એ તો પુરાવો જ થયો. કેવો કૃતની ! અને મેં તેને આટલી મહેનત કરીને ઉછેર્યો! આવું બધું બેલ્યા કરવાની જરૂર શી હતી ભાઈ ? રાજકારણું પ્રશ્નોમાં માથું મારવાની શી જરૂર ? રાજ્યના તાંબાના સિક્કાની પણ ટીકા કરવા તેને જોઈએ ! તેણે નામદાર રાણીજીના ફાધિંગેનું અપમાન કર્યું હતું પણ ફાધિંગ એ તો રાણજી સમાન જ ગણાય H તેમની પવિત્ર મૂર્તિ તેના ઉપર હોય છે. પણ એ બબૂચકને એટલુંય ભાન હોય ત્યારેને ! 14