________________ 210 ' લાફિંગ મેન હું તે લાંબું જીવ્યો છું એટલે બધું જાણું. રાજનીતિ ? આપણે એની શી પંચાત ? એક દિવસ એક બેરેનેટ સાહેબે પોતાની સેટી મને ચમચમાવી દીધી. તે દિવસે જ હું સમજી ગયો કે, બસ હવે રાજનીતિ સમજાઈ ગઈ! તું તે કયો મોટો લૉર્ડ થઈ ગયે, શ્વિનપ્લેઈન બચ્ચા ! તારાથી તે આવી ટીકાઓ થઈ શકે ? હવે તારી કેવી વલે ત્યાં કરતા હશે ! હું તે રાજી થે. ભાગ્યશાળી કે મારો એટલાથી છૂટકે થયો. મારે વળી એ છોકરાને અને પેલી છોકરીને ઘરમાં રાખવાની ઉમરાવગીરી દાખવવાની શી જરૂર હતી ? હું ને હેમો હતા, તે કેવી નિરાંતમાં હતા ? આ ભિખારડાં મારા ઘરમાં આવ્યાં જ શા માટે ? મેં જાતે ભૂખ્યા રહીને એ લોકોને ખવરાવ્યું પિવરાવ્યું ! પણ એ બધાં ભિખારડાં ભેગાં કરવાનું બીજું શું પરિણામ આવે ? પોલીસને પંજે જ તમારા ઉપર પડે ને ? એ ઉઘાડ-જીભે બોલબોલ કરતો હતો તેથી જ સરકારની નજર મારા ગાડા ઉપર પડી ! હવે ગ્નિનપ્લેઈન ગયો એટલે ડિયા-ડી પણ મરી જવાની. નિરાંત થઈ ! એક કાંકરે બે પંખી ! સેતાન તે બંનેને ભરખી જાય તે ભલું થયું ! એ બંનેથી હું કંટાળ્યો હતે. મર, સાલી ! ડિયા-ડી. તું પણ જા, એટલે નિરાંત !" સાંજના સાડા છ વાગ્યાના અરસામાં તે ટેકેસ્ટર વીશીએ પહોંચ્યો. માસ્ટર નિકોલસ બારણામાં જ ઊભો હતો. તેણે તરત જ પૂછયું : “પછી ?" “પછી શું? ઉસસે ઘુરકિયું કર્યું. “શ્વિનપ્લેઈન પાછો આવ્યો કે નહિ ? હવે ખેલને વખત થવા આવ્યો છે. “લાફિંગ મૅન’ને ખેલ આજે પડશે કે નહિ ? “હું “લાફિંગ મેન' છું.” ઉસસે કહ્યું, અને પછી વીશીવાળા સામે ખડખડાટ હસીને તે જોઈ રહ્યો.