________________ હચેસ જેસિયાના પુરુષના પક્ષકાર હતા. તે લબનું મકાન જગતના મશહૂર કદરૂપાઓની તસવીરોથી અલંકૃત હતું. વરૂપવતી મૅડમ વિસર્ટને જ્યારે શીતળા નીકળ્યા, ત્યારે “અગ્લી કલબે તેના માનમાં ટેસ્ટ લીધો હતો. જુવાન ઉમરાવજાદાઓના આનંદપ્રમોદના પ્રકારોય અનેક હતા. “શી- રેસ કલબમાં શેરીમાંથી પસાર થતી મધ્યમ વર્ગની ઘરડી નહિ તેમ જ કદરૂપી નહિ એવી સ્ત્રીને પકડી લાવવામાં આવતી અને તેના પગ ઊંચા પકડી, તેને હાથ ઉપર ચલાવવામાં આવતી, જેથી તેને કમરનો બધો પોશાક પગ ઉપરથી ઊતરી માથા ઉપર આવી જાય. તે સ્ત્રી ન માને તો તેને ફટકારવામાં આવતી; અને તે આમ માર ખાય, તે એ તેને જ વાંક વળી ! “હીટ-લાઇનિંગ' કલબમાં હબસીઓ અને ગોરી સ્ત્રીઓને ભેગો નાચ થતો. હેલ-ફાયર” (નરકાગ્નિ) કલબમાં ભૂંડામાં ભૂંડું પાપકર્મ કરવાની હેડ બકાતી. “બેટિંગ કલબમાં તેઓ કોઈ મજબૂત મજૂરિયાને પકડી લાવતા, અને પિતાનું માથું તેના પેટમાં કે છાતીમાં મારવાની રમત રમતા. છાતીમાં ચાર વખત માથું મારવાના બદલામાં તેઓ તેને પોર્ટ૨ દારૂનું એક પાત્ર પાતા. તે આ વસ્તુ ન સ્વીકારે, તો તેને પરાણે સ્વીકારવી પડતી. એક વેશ ગામડિયે તે ત્રીજા ફેરાએ જ મરી ગયો. જરીએ તેના મરણનું કારણ, “વધારે પીવાથી હૃદય પહોળું થઈ જતાં મરણ” એમ જાહેર કર્યું , એક “ફન કલબ” પણ હતી. તેના સભ્યો ગમે તે ઘરમાં પેસી જાય, અને ત્યાંને કીમતી અરીસો તોડી નાખે, ઘરના કૂતરાને ઝેર ખવડાવે, બિલાડીને મધપૂડામાં ધુસાડી દે છે. જેમ્સ બીજાના રાજકાળમાં એક કરોડપતિ ઉમરાવે રાતે એક ઝુંપડીને આગ લગાડી. તે બદલ તેને ‘કિંગ ઓફ ફન” (ગંમતનો રાજા)ને ઈલકાબ મળ્યો. પેલી ઝૂંપડીમાંથી ગરીબ રહેવાસીઓ પહેરેલે કપડે ભાગ્યા. આ ફન કલબના જુવાન