SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ R લાફિંગ મેન - લોર્ડ ડેવિડ પુખ્ત બનતો જતો હતો. પરંતુ તે હજુ પિતાની જાતને જુવાન જ જોતો હતો અને માનતો હતો. જેસિયાનાને કબજે મેળવવો તેના કરતાં તેની ઈચ્છા રાખ્યા કરવી, એ વસ્તુ તેને વધુ આકર્ષક-રસિક લાગતી હતી. જસિયાનાને અશક્ય ગણતી વસ્તુઓ કરી બતાવવાની જ જાણે ઘેલછા હતી. પોશાકની બાબતમાં પણ તે ભવ્યમાં ભવ્ય પિશાકથી માંડીને પુરુષને ચુસ્ત પોશાક પહેરવા સુધી જતી હતી. અને તે વખતે સ્ત્રીઓ માટે એક બાજુ બંને પગ લટકતા રાખીને ઘોડા ઉપર બેસવાનું જીન શોધાયું હોવા છતાં, જેસિયાના તો પુરુષની પેઠે જ બંને બાજુ એક એક પગ રાખીને જ ઘોડેસવારી કરતી. લેડ ડેવિડ પણ લંડનના લીલા-જીવનમાં અગત્યનું સ્થાન ભગવતે હતો બધે ઉમરાવવામાં તે બાબતમાં તેની આગેવાની સ્વીકાર. કોઈ ક્લબ એવી નહોતી, જેને એ આગેવાન ન હોય. તથા એકે સિંગની મૈય એવી ન રમાય, જેમાં “રીફરી " કે અમ્પાયર” તરીકે તેને પસંદ કરવામાં આવ્યો ન હોય. જુદી જુદી ઊંચી ક્લબનાં બંધારણ તે જ ઘડતો. તેણે પોતે કેટલાંય એવાં આનંદપ્રમોદનાં શિષ્ટ ગણાતાં સ્થાને સ્થાપ્યાં હતાં. જેમ કે, લેડી ગીની” નામની કલબઃ તેમાં જુવાન ઉમરા ટોળે મળતા; ત્યાં માત્ર જુગાર જ રમાત, - પરંતુ નાનામાં નાની હોડ પચાસ ગીનીની થપીથી જ બકાતી, અને એકસાથે વીસ હજાર ગીનીઓ ટેબલ ઉપર મંડાતી. દરેક ખેલાડીની પાસે એક નાનું ગોળ ટેબલ મુકાતું, તેના ઉપર ચાને યાલ હોત અને સોનેરી રંગકામવાળું લાકડાનું ટૅબલર - જેમાં ગીનીઓની થપ્પીઓ રહેતી. તે પિતે જોકે દેખાવડો હતો છતાં “અગ્લી કલબ' કદરૂપાઓની લબ)ને સભ્ય હતો. એ ક્લબ વિશ્વના કદરૂપાપણાને સમર્પિત થયેલી હતી. તેના સભ્યો સુંદર સ્ત્રીના પક્ષમાં નહિ પણ કદરૂપા
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy