SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ડચેસ જૈસિયાના આ લોકના કેઈના બંધનમાં ન આવીને અલૌકિક રહેવા ઈચ્છતી હતી. સ્ત્રીના હૃદયમાં દયાળુતા હોય છે, કે જે ઝટ માયાળુતામાં અને છેવટે પ્રેમમાં પરિણમે છે. જાસિયાનામાં તે ચીજ ધરમૂળથી નહોતી. પણ તેથી તે પથ્થર જેવી દેખાવા માગતી ન હતી. બધી લાગણીઓથી સભર હોય એવી દેખાવા તે પ્રયત્ન કરતી. અને છતાં કોઈ લાગણું મારફતે તેને પકડી શકાય તેમ નહોતું. સુંદર સ્ત્રીને પિતાની નગ્ન સુંદરતા દેખાડવાને હક છે. અને જૈસિયાના પિતાના નગ્ન સૌંદર્યને પુરુષોને પીડવા માટે વાપરી જાણતી. કોઈ કામના તેની નજીક ટૂંકતી નહિ, અને છતાં બધી કામનાઓને સ્વાદ તેણે કરી જોયો હતો. પોતાના અધઃપતનની જના તે પિતાને છેડેથી શરૂ થવા દેતી અને છતાં છેવટે તેમાંથી અચૂક નીકળી જતી. એવી તે લીલામયી હતી. ( પત્ની થયા પછી તેને નિયંત્રણમાં રહેવું પડે– અંગ્રેજ શિષ્ટાચાર એમ ફરમાવતો. એટલે લોર્ડ ડૅવિડને રાજાની આજ્ઞાથી તે સ્વીકારતી અને છતાં દૂર રાખતી. તે બંને વચ્ચે વગર લખેલા કરાર જ હતા કે, સંબંધને વિચ્છેદ પણ ન કરવો, તેમ જ પૂરેપૂરે જોડાવા પણ ન દેવો. એક પગલું આગળ ભરવું અને બે પગલાં પાછળ હઠવું - એવા નૃત્યની રીતે જ જાણે! એક દસ્તાવેજ લખનારે પામર પુરુષ એક સ્ત્રીને પુરુષના હાથમાં સર્વ સત્તા સાથે સંપી દે, એવી પોતાની જાતને હલકી શું બનાવી દેવાય ? લગ્નબંધન પિતે જ એવી ધૂળ ચીજ છે કે, પછી સ્ત્રીની બધી ખાસ બાબતોનો અંત આવી જાયઃ પસંદગીને, ઇચ્છાને, અંતઃસ્કૂરણાને, મોહકતાને, સ્વતંત્રતાને ! પછી તો એક જ માલિકનું ઘર અને પથારી નિષ્કલંક રાખવાં - એવી ગુલામી જીવનભર ઉઠાવ્યા કરવી પડે !
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy