________________ લાકિંગ મન મુક્ત રહેવું એ જુવાની લંબાવવાને એક માર્ગ છે. છતાં એ બંને વચ્ચે અમુક જાતની પ્રેમચેષ્ટા ચાલ્યા કરતી. તેઓ એકબીજાને ચાહતાં ન હતાં, પણ એકબીજાને ગમતાં હતાં. એટલે એકબીજાને પડખે જાહેરમાં દેખાવું વગેરે ચાલ્યા કરવું; અને તેટલું તેમને બંનેને પૂરતું પણ થઈ પડતું હતું. લેડ ડેવિડ સુંદર હતો એટલું જ નહિ પણ ખુશનુમા હતા : અર્થાત તે હોડ બકતો, બેકિસંગમાં ઊતરતો, અને દેવું કરતો. જેસિયાનાને તેના શરતી ઘોડા, શિકાર ના કુતરાઓ, જુગારમાં હારેલી રકમ, પ્રેમિકાઓ એ બધું ગમતું. બીજી બાજુ ઑર્ડ ડેવિડ પણ ડચેસ જૉસિયાના પર મુગ્ધ હતો. કારણ કે, તે ડાઘ વિનાની કુંવારિકા હતી; નીતિધર્મની કશી મર્યાદા કે દખલમાં માનતી ન હતી; છતાં તુમાખીભરી હતી, અગમ્ય હતી, અને અધષ્ય હતી. જેસિયાનાને દેહ સુંદર હતું, ઘાટીલે હતો, મોહક હતે. તેને ચહેરાની લાલી અને તાજગી તથા તેના શરીરની પુષ્ટિ અનુપમ હતાં. તેને પ્રેમીઓ ન હતા; તેમ જ તે નિર્દોષ પણ નહોતી. માનવી ? - ધત; માનવી વળી તેની પાસે શી રીતે આવી શકે ? તેની પાસે તે કઈ દેવ હોય તો આવી શકે, કે અમાનુષી પ્રાણીતે અમાનુષી પ્રાણી ભલે પછી માણસ હોય ! પણ દેખાવમાં કે કૃત્યમાં તે અમાનુષી હોવો જોઈએ ! તે કશા કાવાદાવામાં ઊતરતી નહિ; પણ તેને લાયક - તેને છાજે તેવા કાવાદાવા - ભલે પછી તે પ્રેમના પણ હોય - તેના ઉપર આરોપાય તેને તેને વાંધો ન હતો. તેને સુખ્યાતિની સહેજે નહતી પડી; તે નામનાની ભૂખી હતી. અને સુગમ્ય દેખાવું અને છતાં અગમ્યા હોવું, એના જેવી નામના ઊભી કરનાર વસ્તુ બીજી કઈ હોઈ શકે ? એટલે તે હંમેશાં પિતાના દેહસૌંદર્યથી પુરુષના હૃદય ઉપર જાણુંબૂજીને આક્રમણ કર્યા કરતી. તે પૂરેપૂરી ભૌતિક હતી; અને છતાં