________________ ડચેસ જેસિયાના દેશનિકાલ-અવસ્થામાં અનુસરવાનું યોગ્ય ન માન્યું ! તે રાજાને ચાહવાનું ચાલુ રાખવાની સાથે સાથે જ ગાદી પચાવી પાડનારની સેવા બજાવવાનું ડહાપણ પણ તેમનામાં હતું. તે મુલકી અફસર મટી દરિયાઈ દળમાં જઈ પહોંચ્યા અને સફેદ-કાફલામાં તેમણે ઠીક ઠીક કામગીરી બજાવી. આમ, મેજ શેખ, ભેગવિલાસ ઉપરાંત લડાયક કામગીરીમાં પણ એકીસાથે આગળ આવનાર આ જુવાન લોર્ડ પિસ્તાલીસ વર્ષની ઉંમરે તો આગલી હરોળમાં આવી ગયો. મા તરફથી તેને દશ હજાર પાઉંડની એટલે કે અઢી લાખ ફકની વાર્ષિક આવક હતી. છતાં તે દેવું કર્યું જ જતો હતો. દરેક કેશનની શરૂઆત તે જ કરતો. પણ બીજો કોઈ તેનું અનુકરણ કરવા માંડે એટલે તે તરત ફેશન બદલી નાખતો. તેના બૂટ, તેની હેટ, તેની લેસ, તેના પટ્ટા બધું અનોખું જ હોતું. ચેસ ઑસિયાના ઈ. સ. ૧૭૦૫માં લેડી સિયાનાની ઉંમર તેવીસ વર્ષની થઈ હતી, અને લેર્ડ ડેવિડની ચૂંવાળીસ વર્ષની. છતાં તેમનું લગ્ન ઊજવાયું ન હતું. અને તે પણ સકારણ. શું તેઓ એકબીજાને ધિક્કારતાં હતાં ? ના રે ના. પણ જે વસ્તુ નક્કી જ છે, તેની ઉતાવળ શી ? જેસિયાનાને સ્વતંત્ર રહેવું ગમતું હતું અને ડૅવિડને જુવાન રહેવું ! બધાં બંધનમાંથી બને તેટલું લાંબા સમય