________________ ર૪૦ લાફિંગ મેન " મૅડમ, આ સાથે, અમારા સેવક અને ઇંગ્લેંડના રાજ્યના લોર્ડચાન્સેલરે પ્રમાણિત કરેલ અને સહી કરેલ આ ખરી નકલ રૂપમાં મોકલાવતાં અમને આનંદ થાય છે. તેમાં અગત્યની એ બાબત દર્શાવવામાં આવી છે કે, લેર્ડ લિનિયસ ફ્લેન્જાલીના કાયદેસર પુત્ર મળી આવ્યા છે. મદારીઓ અને ભાંડ-ભવૈયાઓના ટોળા સાથે વુિનલેઈને નામ હેઠળ ભટકતા તેમને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમને ઘણી નાની વયમાં ઉપાડી જઈ આ રીતે છુપાવી દેવામાં આવ્યા હતા. રાજ્યના કાયદા પ્રમાણે તથા તેમના વારસાહકને આધારે લોર્ડ ફમેઈન લેંન્યાર્થીની લેંડ લિનિયસને પુત્ર તરીકે આજે ઉમરાવસભામાં પુનઃસ્થાપના કરાશે. લૅન્યાલ અને હંકરવિલની જે જાગીરો તમારે નામે ચડાવવામાં આવી છે, તે તમારે હસ્તક કાયમ રહે, તે માટે શુભેચ્છાપૂર્વક અમે લોર્ડ ડેવિડ ડિરી-મઈરને બદલે તમારા પતિ તરીકે લૉર્ડ ફર્મઈનને ગોઠવી આપીએ છીએ. અમે તેમને તમારા મુકામ કે લિયે લોજમાં તેડાવી મંગાવ્યા છે. એટલે રાણી તથા બહેન તરીકે અમે હુકમ કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે, આજ સુધી વુિનલેઈન નામે ઓળખાતા લંડ ઉમેઈન કલેન્જાલી તમારા પતિ બને, અને તમારે તેમની સાથે લગ્ન કરવું. અમારી શાહી મરજી એ મુજબ છે, એની તમને જાણ થાય.” વુિનલેઈન આ બધું શબ્દ શબ્દ પ્રજતાં ધ્રુજતાં વાંચી રહ્યો હતા, ત્યારે ડચેસ એકદમ સોફા ઉપરથી ઊભી થઈ જઈ, ફાટેલી આંખે બધું સાંભળી રહી હતી. શ્વિનપ્લેઈ ને વાંચવાનું પૂરું કર્યું, તેની સાથે ડચેસે બીજો કાગળ ઉપાડીને જોયે, તે તેમાં મેટુટિના જહાજના માણસોએ