SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમી જોઇએ! પતિ નહિ! 239 ઉપરનું લાલ સીલ એકદમ દેખાય તે રીતે મૂકેલું હતું. લાલ સીલ એટલે રાણીજીનું સીલ. સ્નાનગૃહના જે સોફા ઉપર એ બંને બેઠેલાં હતાં ત્યાંથી હાથ પહોંચે એટલે દૂર જ એક તખતી ઊઘડી હતી. ડચેસે એ બાજુ જરા ઢળીને હાથ લંબાવ્યો, અને બીજો હાથ વિનપ્લેઈનના ગળાની આસપાસ વીંટાળીને ટેક લીધો. ટોકરી હજુ રણકક્યા કરતી હતી. લંબાવેલા હાથે તેણે પેલે કાગળ ઉપાડી લીધો અને પેલી તખતીને પાછી ધકેલી વાસી દીધી. તરત પેલી ટોકરી રણકતી બંધ થઈ ડચેસે લાલ સીલ તેડયું અને પરબીડિયું ઉઘાડયું. તેમાંથી ગડી કરેલા બે કાગળ કાઢી ખાલી પરબીડિયું વિનપ્લેઈનના પગ પાસે નાખ્યું. પરબીડિયા ઉપર H પ્રતિ, નામવા જ્ઞાસિયાના એવું સરનામું લખેલું દેખાતું હતું. ગડી કરેલા બે કાગળમાં એક ઉપર ચાન્સેલરીનું લીલું સીલ હતું. ઉમરાવ લોકેનું સીલ લીલા રંગનું હોય. બીજે કાગળ નાને હતું. ડચેસે કંટાળો દર્શાવવા હઠ લાંબા કર્યા : “એ રાણી વળી બેઠી બેઠી શાના કાગળ મોકલે છે? એ સ્ત્રી લેકેનો આનંદ બગાડવા જ - જન્મી છે !" પેલી નાની ચિઠ્ઠી રાણીના હસ્તાક્ષરમાં જ હતી. ડચેસે વનપ્લેઈનને પૂછયું, “તમને વાંચતાં આવડે છે ?" શ્વિનપ્લેઈને હા કહી એટલે તરત ચેસ બોલી ઊઠી, “રાણું મને શું લખે છે, તે તમે જ મને વાંચી સંભળાવો. તમારાથી મારે કશું છાનું નથી.” . વિનપ્લેઈને પેલો કાગળ તેના હાથમાંથી લીધે અને લાગણીથી ધ્રુજતા કંઠે વાંચી સંભળાવ્ય -
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy