SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ “પાપ તારાં સંભાળ!” 49 જીવનમાં ફરી પ્રવેશતા હતા. તેઓ અંદર અંદર બેલ્યા, “આ વખતે તે બધું હવે ખલાસ થયું લાગે છે.” અને ખરેખર, તે જ ક્ષણે સૌને જાણ થઈ કે, તેમનું બધું કામ પૂરું જ થયું છે. એક ખલાસી નીચે ભંડકિયામાં દોરડું શોધવા ગયો હતો, તે દોડ ઉપર આવ્યા અને બોલ્યો, “વહાણ નીચે કાણું થયું છે અને આખું ભંડકિયું પાણીથી ભરાઈ ગયું છે.” એટલે?” એટલે એ કે, અર્ધા કલાકમાં જહાજ પાણીને તળિયે બેસશે.” વાત એમ બની હતી કે, જહાજને તળિયે એક આખા પાટિયા જેટલો ભાગ છેલાઈ ગયો હતો. જ્યારે ? કાસ્કેટ્સ આગળ ? એક આગળ ? કે પછી ઐરિનીના ખડકે આગળ ? કોણ જાણે. પવનના તોફાન વખતે એ વસ્તુ કોઈના ધ્યાનમાં નહોતી આવી, પણ હવે બધું શાંત થયું ત્યારે જ અચાનક તે વસ્તુ આ રીતે તેમના લક્ષમાં આવી. - બીજો ખલાસી તરત નીચે ઊતર્યો અને જોઈ આવ્યું. તેણે કહ્યું: “પાણી છ ફૂટ ભરાયું છે.” અર્થાત 40 મિનિટમાં જહાજ તળિયે બેસશે. કાણું ક્યાં થયું હતું તે હવે દેખાય તેમ રહ્યું ન હતું. કારણ કે આખા તળિયાને ભાગ પાણીથી ભરાઈ ગયો હતો. તેઓ આ જખમના મલમપટ્ટા કરી શકે તેમ નહોતું. મુખિયાએ બૂમ પાડી, “આપણે પાણી ઠાલવી નાખવું જોઈએ.” “આપણી પાસે પંપ રહ્યો નથી.” “તે પાટિયું અને ખીલા લાવો.” “સુતારી ઓજારની પેટી દરિયામાં તણાઈ ગઈ છે.” તે હોડી ઉતારો.” હેડી ક્યારની તણાઈ ગઈ છે.”
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy