SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ લાકિંગ મેન બાકિલોથી બીવા લાગ્યું. પરિણામે સૌ કોઈ તેની પાસે આવી એકબીજાની એબો ખુલ્લી કરી જવા લાગ્યું ! થડા વખતમાં બાકિંલફે આખા રાજદરબારના યંત્રનાં ચક્રને ગતિ આપનાર મેટર બની ગયે. જેસિયાના બાકિલફેની જાસૂસ તરીકેની શક્તિને ખાસ ઉપયોગ કરતી. એને તેના ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયો હતું કે, તેણે તેને પોતાના કમરાની ગુપ્ત ચાવી આપી રાખી હતી, જે વડે તે દિવસના કે રાતના કોઈ પણ સમયે તેની પાસે પહોંચી શકે. સત્તરમા સૈકામાં પોતાનું ખાનગી જીવન અંગત માણસો સમક્ષ વધારે પડતું ખુલ્લું મૂકવાની ફેશન હતી. જેસિયાનાએ એક ચાવી લાડ ડવિડને આપી હતી, અને બીજી આ બાલિફેડ્રોને. રાજવીઓને પોતાની આસપાસનાં માણસો કઈ બાબતમાં મોટાઈ દાખવે એ ગમતું નથી હોતું. તેથી દરેક જણની કોઈ ને કોઈ ગુપ્ત હલકટતા જાણવાનું તેમને ગમે છે. બાકલફે ડ્રો બધા ઉમરાવો અને રાજવંશીઓની એ જાણી લાવી રાણું અનને સંભળાવ્યા કરતો; જેથી રાણી એન પોતાને તેટલા પ્રમાણમાં સી કરતાં સારી માની શકે ! જાસિયાનાએ બાકિંલકે ડેને આપેલી ગુપ્ત ચાવી લંડનના તેના હંટરવિલ હાઉસમાં પણ લાગુ પડતી, ઉપરાંત વિન્ડસર મુકામે આવેલા “કેલિયો લોજ માં પણ લાગુ પડતી. રાણી અનના વિન્ડસર કેસલ” મહેલની નજીક જ તે મકાન આવેલું હતું. બકિલફેડ્રા શરૂઆતમાં પાદરી થવા માગતો હતે, એ આપણે નંધી આવ્યા છીએ. તે વખતે તેણે બધી બાબતોની થેડી ડી જાણકારી મેળવી હતી. એવા અપૂરતા જ્ઞાનને સરવાળે શૂન્ય થાય છે. ભણેલા કહેવાતા લોકોની આખી જાતનું કમનસીબ જ એ વંધ્યતામાં રહેલું હોય છે. બાકિંલફેડ્રાએ પણ માથામાં જે કંઈ ભર્યું હતું, તેના પરિણામે તે ખાલી જ રહ્યું હતું.
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy